ગીરગંગા પરિવાર ટ્રસ્ટ નું મુખ્ય મંત્રી સહિત ને સુજલમ-સુફલામ યોજના શરૂ કરવા માંગ કરતું આવેદનપત્ર પાઠવ્યું
રાજકોટ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રાજકોટ જિલ્લા કલેકટર થ્રુ રાજ્ય ના મુખ્ય મંત્રી સહિત ને આવેદન પત્ર પાઠવ્યું આ વર્ષમાં વરસાદની તંગીના હિસાબે અનેક ડેમો ખાલી થઈ ગયેલ છે.તો સુજલામ-સુફલામ યોજના તાત્કાલિક ચાલુ કરવા માંગ કરાય છેગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણી બચાવો અભ્યાનમાં સૌરાષ્ટ્રમાં અલગ અલગ જીલ્લામાં આવેલાં ૧૨૫ થી વધુ ચેકડેમ સંપૂર્ણ લોકભાગીદારીથી રીપેર, ઊંચા, ઊંડાં તેમજ નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકાયેલ છે. અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.
જત જણાવવાનું કે આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રમાં ચોમાસાના પાછળના દિવસોમા વરસાદની તંગીના હિસાબે લગભગ ચેકડેમો અને નદીઓ સુકાય ગઈ છે. જેથી અનેક ખેડૂતોને ખેતીમાં વાવેતર ન થવાથી અનેક ખેતર ખાલી થઈ ગયા છે. જેથી વરસાદી પાણી રોકી અને સ્ટોરેજ કરીને જમીનમાં ઉતારવા માટે ખેત તલાવડી, નદીઓ અને ચેકડેમો તેમજ તળાવો ઊંડા કરીને તેની ફળદ્રુપ માટી અને ટાસ ઉપાડીને ખેડૂતોના ખેતરમાં નાખવાથી ખુબજ જમીન ફળદ્રુપ બને છે. જેનાથી ખેત ઉત્પાદન માં ખુબ જ ફાયદો થાય છે. તેનાથી આવતા વર્ષે પાણીની સ્ટોરેજ કેપેસીટીમાં વધારો થશે.તેમજ સૌરાષ્ટ્રમાં વર્ષો પહેલા બનેલા ચેકડેમોમાં ઘણા ચેકડેમો જર્જરીત અને તૂટેલી હાલતમાં છે તો તે ચેકડેમોને ફરીથી રીપેરીંગ કરી ને સજીવન કરવા માટે ૮૦-૨૦ ની યોજના તાત્કાલિક ચાલુ કરવા આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી છે.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખિયા તથા પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, રમેશભાઈ ઠક્કર, વીરાભાઈ હુંબલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ ડેકોરા, સતિષભાઈ બેરા, પ્રકાશભાઈ કનેરિયા, જીગ્નેશભાઈ પટોળીયા, વસંતભાઈ લીંબાસીયા, ભરતભાઈ ગાજીપરા, વલ્લભભાઈ કથીરિયા, બીપીનભાઈ હદવાણી, દિલીપભાઈ લાડાણી, પરશોત્તમભાઈ કમાણી, જેરામભાઈ વાંસજાળિયા, ચંદુભાઈ વિરાણી, અરવિંદભાઈ પણ, ઉમેશભાઈ માલાણી, ગોપાલભાઈ બાલધા, શિવલાલભાઈ અદ્રોજા, રમેશભાઈ જેતાણી, મનીષભાઈ માયાણી, ભુપતભાઈ કાકડીયા, વિઠ્ઠલભાઈ બાલધા, અશોકભાઈ મોલીયા, લક્ષ્મણભાઈ શિંગાળા, ભરતભાઈ પીપળીયા, મહેન્દ્રભાઈ કાલરીયા, રતિભાઈ ઠુંમર દ્વારા સરકારને વિનંતી સાથે જિલ્લા કલેકટર રાજકોટ મારફત મુખ્યમંત્રીશ્રી સિંચાઈમંત્રીશ્રી કૃષીમંત્રી સહિત ને આવેદન પત્ર પાઠવ્યું છે
Recent Comments