ગીરગંગા પરિવાર.નું જળતીર્થ.નિર્માણ. રાજકોટમાં સ્પીડવેલ-સુવર્ણભૂમિ પાસે હરીશભાઈ લાખાણી પરિવાર સરોવર (The DML Group)નું ખાતમુહુર્ત
રાજકોટ હાલમાં પાણી માટે બેંગલોર જેવા મોટા શહેરમાં પણ પાણીની તંગી ઉભી થાય છે આ રીતે જગ્યા ત્યારથી સવારની કહેવતની જેમ રાજકોટમાં ભયભીત બનવાના બદલે આપણે આજથીજ નક્કી કરીએ કે આપણે પાણી માટે આત્મનિર્ભર થવુંજ છે? તો સંપૂર્ણ લોક ભાગીદારીથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં ૧૪૫ થી વધુ ચેકડેમો રીપેર, ઉંડા,ઉંચા કરવા અને નવા બનાવવામાં આવ્યા છે. અને ૧૧,૧૧૧ (અગિયાર હજાર એકસો અગિયાર) નવા બનાવવાનો સંકલ્પ છે, ત્યારે હાલમાં રાજકોટ શહેરમાં મોવડી ગ્રીન પાર્ટી પ્લોટની બાજુમાં, સુવર્ણ ભૂમિની સામે, સ્પીડવેલ પાર્ટી પ્લોટની સામે વિશાળ જગ્યામાં હરીશભાઈ લાખાણી પરિવાર સરોવર (The DML Group)નું ખાત મુહુર્ત કર્યું. આ સરોવરથી સૌથી પહેલાતો ગંદકી થતી બંધ થશે. અને ફરવા લાયક સ્થળ બનશે. વાતાવરણ એકદમ પ્રફુલિત અને ઠંડુ થશે. આજુબાજુનાં રહેણાક વાળા હાઈરાઈજ બિલ્ડીંગમાં પીવાના પાણી માટે ૨,૫૦૦ થી ૩,૦૦૦ ફૂટનાં બોર દ્વારા ભૂખરી વીંધીને ખારું, તુરુ અને ઉંચા TDS વાળું પાણી આવવાથી લોકોની બીમારીઓમાં ખુબ વધારો થાય છે. અને બિલ્ડીંગોમાં પાણીની પાઈપ લાઈનો જામ થય જતી હોય છે. એટલે કે પીવા લાયક નથી હોતું. તેથી આ સરોવર બનવાથી જમીનમાં વરસાદી મીઠા પાણીના તળ ૨૫ થી ૫૦ ફૂટે આવવાથી ખુબ મોટી રાહત થશે. લોકો નીરોગી રહેશે. સાથે સાથે પ્રકૃતિની રક્ષા થવાથી સર્વે જીવોને પાણી, ખોરાક અને રહેણાંક મળે છે. તો દરેક લોકો વરસાદી પાણીને સોના કરતા પણ કિંમતી સમજીને, આ કાર્યમાં જોડાઈ જવું જોઈએ, કારણ કે આજે નહીતો કાલે વરસાદી પાણી બચાવ્યા વિના ચાલશે જ નહિ. તો દરેક શહેરના લોકોએ વરસાદી પાણીને યોગ્ય જતન કરવા વધુમાં વધુ પાણીને જમીનમાં ઉતરે તેના માટે સરોવર બનતા હોઈ તેમાં જોડાવવું જોઈએ અને વરસાદી પાણીના ટાંકા બનાવીને બોર રિચાર્જ કરવા જોઈએ.
આ કાર્યક્રમમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખિયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, જમનભાઈ ડેકોરા, પ્રતાપભાઈ પટેલ ટર્બોબેરીંગ, રમેશભાઈ જેતાણી, વિરાભાઈ હુંબલ, ડો. વલ્લભભાઈ કથીરિયા, વસંતભાઈ લીંબાસીયા, મનીષભાઈ માયાણી, કાંતિભાઈ ભૂત, રમણીકભાઈ ભાલોડી, પી.આઈ. પરમાર સાહેબ, દીપકભાઈ પટેલ, તેમજ અન્ય સ્ટાફ ગણ. સતીશભાઈ બેરા, કિશોરભાઈ કાથરોટીયા, પ્રવીણભાઈ ભુવા, ધીરુભાઈ કાનાબાર, દાતા શ્રી હરીશભાઈ લાખાણી, દર્શનભાઈ લાખાણી, ચીરાગભાઈ લાખાણી તેમજ સંપૂર્ણ પરિવાર અને સગાસબંધી તેમજ આજુબાજુના દરેક સોસાયટીના ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા.
Recent Comments