રાજકોટ ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા કોલકી ગામે ચેકડેમ નો જીર્ણોધાર સૌરાષ્ટ્ર ગુજરાતમાં અલગ-અલગ જીલ્લામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૨૦૦ થી વધુ ચેકડેમ રિપેરિંગ, ઊંડા અને ઊંચા કરવા તેમજ નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકયેલ છે. તેમજ આર્થિક દ્રષ્ટીએ જોઈએ તો ખેડૂતોને ખુબજ આર્થિક મોટો ફાયદો થવાથી પશુ પક્ષી અને જીવજંતુને સર્વેની રક્ષા થય રહી છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો તેમજ બોર રીચાર્જ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ઉપલેટા તાલુકાના કોલકી ગામે ચેકડેમ નો જીર્ણોધાર કરેલ તેથી વરસાદી મીઠા પાણી ના તળ ખુબજ ઉંચા આવશે જેનાથી લોકો ના આરોગ્ય માં સુધારો થાશે
અને ખેતીમાં ઉત્પાદનમાં વધારો થવાથી ખેડૂતોની અને દેશમાં આર્થિક સઘરતા માં વધારો થાશે તેમજ પર્યાવરણ સાથે પ્રકૃતિ ની રક્ષા થવાથી દરેક જીવજંતુ અને પશુ-પક્ષી સાથે સમગ્ર જીવ સૃષ્ટી ની રક્ષા થાશે.ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમનો જીર્ણોધાર કરતાની સાથે જ સરસ મજાનો વરસાદ પડવાથી આખો વિશાળ ચેકડેમ પાણીથી ભરાઈ ચુક્યો છે. જેથી કરીને માત્ર બે દિવસમાં ડેમનું કાયાકલ્પ થય ગઈ અને સર્વે જીવો સાથે ખેડૂતને ખુબ મોટો ફાયદો થાશે.આ કાર્યક્રમમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખિયા.સરપંચ પ્રકાશભાઈ ભાલોડીયા, પંકજભાઈ લાલકીયા,વિપુલભાઈ કાલીયા,જયભાઈ લાલકીયા,કિશનભાઈ બારેયા, રવિભાઈ કનેરિયા, જગદીશભાઈ ભોજાણી, અશોકભાઈ મહેતા સંજયભાઈ કુવારડા, સોહનભાઇ ચૌહાણ, દિનેશભાઈ ભાલોડીયા, પરેશભાઈ ભેસદડીયા, રમેશભાઈ ચનીયારા, મોહનભાઈ ગોધાણી, સુરેશભાઈ ગોધાણી વગેરે ભાઈઓ હાજર રહ્યા હતા
Recent Comments