ગીરગઢડાનાં ધોકડવા ગામે વચલી રાવલ નદી નજીક અબાનીધાર વિસ્તારમાં ગૌચરની જમીનમાંથી ગે.કા. માટી જેસીબી દ્રારા કાઢી ટ્રેક્ટરથી નજીકમાં બનતા ચેકડેમ કમ કોઝવેમાં ઉપયોગ કરાતો હોય આ સંદર્ભે સર્કલ ઓફીસ તેમજ ખનીજ વિભાગ દ્રારા તપાસ હાથ ધરાતા આ ગે.કા. ખનન બંધ કરાવી કાર્યવાહી કરવા શરૂઆત કરતા હતા.
ત્યાંજ ધોકડવાના મહીલા સરપંચના પતિ એભલભાઇ બાંભણીયા પણ સ્થળ પર પહોચી જઇ હાજર અધિકારી સાથે દલીલો કરેલ સામે પક્ષે અધિકારીએ દલીલોનો જવાબ આપતા હતા. અને સ્થળ પરથી વાહનો સીઝ નહી કરવામાં આવે તેવું એભલભાઇએ અધિકારીઓને જણાવતા અધિકારીએ પણ કાયદાકિય ભાષામાં માટી કાઢવાની મંજૂરીના કાગળો જે તે ડિપાર્ટમેન્ટના હોય તો આપો તે વાતનું રટણ કરતા હતા. અંતે સવારથી ચાલતી કલાકો સુધીની લાંબી દલીલો બાદ અધિકારીઓ જેસીબી તથા ટ્રેક્ટરનો કબ્જાે મેળવી ઊના પ્રાંત કચેરી મુકામે સીઝ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી પકડાયેલ મુદામાલ તેમજ ૪ ટન જેટલી માટી કાઢી હોવાનો રીપોર્ટ ભૂસ્તર શાસ્ત્રીને મોકલી આપ્યો હતો. સાહેબ આ નદીનો કાંઠો છે અને અમે ચોરી નથી કરતા ચોરી કરતા હોય તો સરપંચને નોટીસ આપો સાહેબ અહીથી વાહન ડીટેઇન પણ નહી જાય અને કાલ પણ નહી જાય તમારી સાથે પોલીસ છે અને એમની પાસે બંદૂક છે અમને ગોળી મારી દો આને ચોરી ન કહેવાય આમ લાંબા વિવાદ બાદ ખાણ ખનીજ વિભાગ વાહન ડિટેઇન કર્યા હતા.
ગીરગઢડા તાલુકો જાણેકે ખનીજ ચોરી માટેનું એ પી સેન્ટર હોય તેમ આ વિસ્તારનું રાજકારણ અને વિવાદો પણ ખનીજ ચોરીમાંથી થતાં હોવાની વાત સામાન્ય બની ગયેલ હોય તેમ ગૌચર જમીનમાંથી ગે.કા. માટી કઢાતી હોવાની બાતમી ભૂસ્તર શાસ્ત્રીને મળતા ખાણખનીજ વિભાગના બારડ, ડાભી તેમજ પ્રાંત અધિકારીની ટીમ તથા સર્કલ ઓફીસર પોલીસ કાફલા સાથે ઘટના સ્થળ પર પહોચી ગયેલ અને તપાસ હાથ ધરતા સ્થળ પરથી એક જે.સી.બી તેમજ બે ટ્રેક્ટર મળી રૂ.૧૮ લાખનો મુદામાલ કબ્જે કરેલ જ્યારે સ્થળ પર અધિકારીઓ તપાસ અર્થે પહોચ્યા અને સાથે સાથે રાજકારણ પણ પ્રવેશ કરતા અંતે અધિકારીએ કલાકો બાદ કાર્યવાહી હાથ ધરી હતી.
Recent Comments