સૌરાષ્ટ - કચ્છ

ગીરગઢડા દ્રોણેશ્વર રોડ પર આવેલા ફાર્મ પાસેથી પાંચ સિંહ પસાર થયાની ઘટના CCTV માં કેદ

ગીરગઢડા દ્રોણેશ્વર રોડ પર આવેલા ફાર્મ પાસેથી એક સાથે પાંચ સિંહ પરિવાર પસાર થતો જાેવા મળ્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. દ્રોણેશ્વર નજીક એક સાથે પાંચ સિંહ પરિવાર રાત્રિના સમયે ખોડલ ફાર્મની બહારના ભાગે આવેલા રસ્તા ઉપરથી એક પછી એક પસાર થઈ રહ્યાં હતા. ત્યારે આ સિંહ પરિવાર લટાર મારતા હોવાની સમગ્ર ઘટના ફાર્મ બહાર લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જાેકે ગીર નજીક આ વિસ્તાર આવેલો હોય જેથી અવાર નવાર શિકારની શોધમાં આવી ચડતા હોય છે અને ગામની સીમ વિસ્તારમાં જઈ પશુના મારણ કરી મિજબાની માણી વહેલી સવારે ચાલ્યાં જતાં હોય છે.

Related Posts