fbpx
અમરેલી

ગીરનાર સાધુ મંડળના અધ્યક્ષ ઈન્દ્રભારથીબાપુ અને સનાતન ધર્મ વિરોધ વાણી વિલાસ કરવામાં આવતા સાવરકુંડલા દશનામ ગોસ્વામી સમાજ દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

સાવરકુંડલા દશનામ ગોસ્વામી પ્રગતિ મંડળ દ્વારા જૂનાગઢ તીર્થ અને ગીરનારમાં હજારો સંતો મહંતો પૈકી સમગ્ર ગીરનાર સાધુ મંડળના અધ્યક્ષ અને પ્રખર સનાતની અને હિન્દુવાદી સંત પરમ પૂજ્ય ઈન્દ્રભારથીબાપુ વિશે પ્રકાશ પીઠડીયા જેઓએ પી.કે.પીઠડીયા ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. વાળા શખ્સે પૂજ્ય બાપુ વિરોધ વિડીયો અપલોડ કરી તેનો બહોળો પ્રચાર પ્રસાર કરી વિડીયોની અંદર રહેલી વિવાદિત બોલી મૂકી અમારી ધાર્મિક માન્યતા લાગણી દુભાવેલ હોય અને વીડિયો દ્વારા પૂજ્ય બાપુની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવી રીતે ગુનાહિત કૃત્ય કરેલ હોવાથી સાવરકુંડલા દશનામ ગોસ્વામી પ્રગતિ મંડળ દ્વારા સાવરકુંડલા નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટને આવેદનપત્ર પત્ર પાઠવી વિડીયો મુકનાર અને ફેલાવનાર વિરૂધ્ધ કાર્યવાહી કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

        પૂજ્ય ઈન્દ્રભારથીબાપુ વિશે વિવાદિત વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા પૂજ્ય ઈન્દ્રભારથીબાપુના સેંકડો અનુયાયીઓમાં લાગણી દુભાઈ હતી બાપુની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઈરાદાથી બાપુના સેવકોની તેમજ સાધુસંતોની લાગણી દુભાવનાર આરોપીએ ગુનાહિત કૃત્ય કરેલ હોવાથી તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવા દશનામ ગોસ્વામી પ્રગતિ મંડળના પ્રમુખ પ્રકાશગીરી ગોસ્વામી, ઉપપ્રમુખ અમીતગીરી ગોસ્વામી, મુકેશગીરી ગોસ્વામી તેમજ મહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળના અગ્રણી હરેશગીરી ગોસાઈ ગોસ્વામી સમાજ સાવરકુંડલાના શરદગીરી ગોસાઈ, નિલેશપરી સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts