ગીરના વાડી વિસ્તારમાં મકાનની અગાસી પર લટાર મારતો ડાલામથ્થો સિંહ જોવા મળ્યો
ગીર પંથકમાં ભારે વરસાદથી જંગલમાં કાદવ કીચ્ચડ અને મચ્છરોના ત્રાસથી સિંહો માનવ વસ્તી તરફ આવી રહ્યા છે. ગીરના વાડી વિસ્તારમાં રહેણાંકી મકાનની અગાસી પર ડાલામથ્થો સિંહ લટાર મારતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે. ગીરનો ડાલામથ્થો સિંહ રહેણાંકી મકાનની અગાસી પર જોવા મળ્યો હતો. અગાસીમાં ડાલામથ્થો સિંહ બિંદાસ લટાર મારતો મોબાઈલમાં કેદ થયો હતો. વાડી વિસ્તારમાં રહેણાંકી મકાનની અગાસી પર લટાર મારી ડાલામથ્થો સિંહ સીડી ઉતરતો મોબાઈલમાં કેદ થયો હતો. ચોમાસાના વરસાદી વાતાવરણમાં ગીરના ગામડાઓમાં સિંહો મચ્છરો અને કાદવ કીચડથી બચવા સેઈફ જગ્યાની શોધમાં સિંહો માનવ વસ્તીમાં આવી ચડે છે. ગીર સોમનાથ જિલ્લામાં રહેણાંકી મકાનના નળિયાઓ પર બિરાજમાન સિંહનો વીડિયો થોડા દિવસ અગાઉ જ વાયરલ થયો હતો. હાલ રહેણાંકી પાકા મકાનની છત પર સિંહની સવારીનો વીડિયો સોસીયલ મીડિયામાં વાયરલ થયો છે.
Recent Comments