ગુજરાત

ગીરવે પડેલા સોના પર રીફાયનાન્સ કરી ૪૭ લાખની છેતરપીંડી આચરી

આજકાલ લોકો ખરાબ રસ્તાઓ , શોર્ટ કટ થી પૈસા કમાવવા કંઈપણ કરે છે ત્યારે કેશોદ બસ સ્ટેશન રોડ પર મુથુટ ફિનકોર્પ લીમીટેડ કંપની આવેલી છે જેમાં સોના પર લોન આપવામાં આવે છે. થોડા સમય પહેલાં આ કંપનીના ઓડીટર દીપકભાઈ ગૌસ્વામીએ ઓડીટ કરાતાં લોકરમાંથી સોનાના દાગીનાના ૧૩ પેકેટ ઓછા જાેવા મળ્યાં હતાં. જેથી તેમણે સૌરાષ્ટ્ર બ્રાંચ બિઝનેશ ડેવલોપીંગનું કામ કરતાં રીજીયોનલ મેનેજર હિરેનભાઈ મહેતાને કરી હતી. અને હિરેનભાઈએ ફાયનાન્સ કંપનીની જાેઈન્ટ કસ્ટોડિયન મહિલા કર્મી મનાલીબેન પુંજાભાઈ કેડિયાતરની પુછપરછ કરી હતી.

જેમાં તેમને છેતરપીંડી કરી હોવાની શક્યતાં જણાઇ આવતાં તેમણે કેશોદ પોલીસમાં આ મહિલા કર્મચારી વિરૂદ્ધ ૪૭ લાખની છેતરપીંડી ફરીયાદ નોંધવામાં આવી છે. આ ફાયનાન્સ કંપનીમાં મહિલાએ પોતે કર્મચારી હોય લોન ન મળી શકે તેવી લાલચ આપી જુદા જુદા ગ્રાહકોના નામે ૪૨ લાખની અને તેના સહકર્મી સમીરભાઈના નામે ૫ લાખની લોન લઈ કુલ ૪૭ લાખની છેતરપીંડી કરી હતી. જે ગ્રાહકોના નામે લોન કરવામાં આવી તે પૈકી અમુક ગ્રાહકના નામે એક કરતાં વધુ વખત લોન લેવામાં આપી હતી.

આ ઘટના અંગે શહેરમાં છેલ્લાં એક અઠવાડિયાથી ફાયનાન્સ કંપનીમાં મોટા પાયે છેતરપીંડી થયાની ચર્ચા ચાલી હતી. અંતે ફરીયાદ નોંધાતાં પોલીસ તપાસ હાથ છે જેમાં આરોપી તરીકે વધુ નામ ખુલે તેવું શક્યતાં જાેવા મળી રહી છે. આ છેતરપીંડીની ઘટનામાં મુથુટ ફિનકોર્પ લીમીટેડ ફાયનાન્સ કંપનીની મહિલા કર્મચારી વિરૂધ્ધ ફરીયાદ નોંધાતાં તે ફરાર થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. તો બીજી તરફ યુવતીના પિતાએ પોતાની પુત્રી ગુમ થયાની પોલીસમાં જાણવા જાેગ ફરીયાદ આપી હોય તેવી વિગતો મળી રહી છે.

Follow Me:

Related Posts