ગીર ગઢડામાં વિધવા મહિલા બુટેગર સાથે પોલીસે દુષ્કર્મ આચર્યુંબે પોલીસકર્મીઓ અને એક હોમગાર્ડ સહિત ચાર લોકોની ધરપકડ
દેશી દારૂનો ધંધો કરતી વિધવા મહિલાનું જાતીય શોષણ કરવા બદલ બે પોલીસકર્મીઓ અને એક હોમગાર્ડ સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. પતિના મૃત્યું બાદ પીડિતાએ ગેરકાયદેસર દારૂનો ધંધો શરૂ કર્યો હતો અને તેની સામે લગભગ છ કેસ પેન્ડિંગ છે. પીડિતાની ફરિયાદને આધારે પોલીસ હેડક્વાર્ટરના કોન્સ્ટેબલ સલીમ બલોચ, ગઢડા પોલીસ સ્ટેશનના પોલીસકર્મી મોહન મકવાણા, હોમગાર્ડ હનીફ અને પ્રકાશની ધરપકડ કરવામાં આવી છે.
ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષકના જણાવ્યાં અનુસાર ગીર ગઢડા શહેરમાં ગેરકાયદેસર દારૂના વ્યવસાય સાથે સંકળાયેલી ૨૭ વર્ષીય મહિલા સામે દારૂના ગેરકાયદે વેચાણના છ જેટલા કેસ પેન્ડીંગ છે. પીડિતાના લગ્ન સાત વર્ષ પહેલા એક બુટલેગર સાથે થયા હતા. તેને ત્રણ બાળકો છે. બુટલેગરનું એક વર્ષ પહેલા અવસાન થયું હતું. પીડિતાએ તેના પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યાં હોવાના કારણે તે તે પિયરમાં જતી ન હતી. તેણે પોતે દેશી દારૂ વેચવાનું શરૂ કર્યું. પોલીસે દરોડા પાડીને તેને પકડી લીધી હતી. પછી પોલીસકર્મીઓ તેની પાસેથી પૈસા વસૂલવા લાગ્યાં હતા. આ જ સંદર્ભમાં આ પોલીસકર્મીઓ તેના સંપર્કમાં આવ્યાં હતા.
આરોપ છે કે હપ્તા લેવા જતા પોલીસકર્મીઓએ પીડિતાની એકલતાનો ફાયદો ઉઠાવ્યો અને તેનું શારીરિક શોષણ કર્યું હતું. ત્યારબાદ તેને ધમકી આપીને અન્ય પોલીસકર્મીઓ, હોમગાર્ડ જવાનો અને વચેટિયાઓએ પણ પીડિતાનું શોષણ કરવાનું શરૂ કર્યું. તે એક વર્ષ સુધી તેમના શોષણનો ભોગ બની હતી. આ કેસની તપાસ પ્રભાસપાટણ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.બી.પટેલને સોંપવામાં આવી છે. આ કેસમાં પીડિતાનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે. આ કેસમાં ગઢડા પોલીસે કાર્યવાહી કરીને ચારેય આરોપીઓની ધરપકડ કરાઇ છે.
Recent Comments