ગીર ગઢડા તાલુકાના દ્રોણેશ્વર ગામે સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય દ્વારા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી
ગીર ગઢડા તાલુકાના દ્રોણેશ્વર આજે દિકરીઓને સારા શિક્ષણથી બે પરિવારને લાભ પ્રાપ્ત થાય : વિશ્વ મહિલા દિવસ ઉજવણી ગુરુકુલ દ્રોણેશ્વર મા કરવામા આવી
દીકરીઓના સારા શિક્ષણની પરિવારને પ્રાપ્ત થાય તે હેતુથી આજે મહિલા દિવસ નિમિત્તે એસજીવીપી દ્રોણેશ્વર ગુરુકુળ આજે છાત્રો દ્વારા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જ્યારે આજે
એસજીવીપી ગુરુકુલ દ્રોણેશ્વર આર.ડી. વરસાણી કન્યા વિદ્યાલય ખાતે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વિવિધ આયોજનો કરવામાં આવ્યા હતા. સંસ્થાના અધ્યક્ષ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીજીના પ્રેરણાત્મક માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્યશ્રી મહેશભાઈ જોશી એ પૂજ્ય સ્વામીજીના આશીર્વચન દિકરીઓ સુધી પહોંચાડ્યા હતા. પૂજ્ય સ્વામીજીએ કહ્યું હતું કે શિક્ષણનો સફળ વિદ્યાર્થી જીવન શિક્ષણમાં નિષ્ફળ ન જાય એટલા માટે શાળા બાળકોનુ સમુહ સ્થાન નહીં પરંતુ જીવંત અને ચેતનવંતુ સ્વર્ગ નિર્માણ કરવું એ અમારું સ્વપ્ન છે. વિશેષમાં વાત કરી હતી કે એક દિકરીના સારા શિક્ષણની અસર સમાજના બે પરિવાર પરિવાર પર પડે છે. એનો લાભ સમાજને પણ જરુર મળે જ છે. આ દિવસે દરેક દિકરીઓ શાળામાં ભારતીય પરંપરાગત પોશાકમાં શાળામાં આવી હતી.
Recent Comments