અમરેલી

ગીર નેશનાં પશુઓ પણ વાવાઝોડાથી ઈજાગ્રસ્‍ત બન્‍યા હોય મદદ જરૂરી

અમરેલી અને ગીર સોમનાથ જિલ્‍લામાં વાવાઝોડાએ મચાવેલી તબાહી વચ્‍ચે ગીરના નેશમાં વસવાટ કરતા મૂંગા પશુઓ પણ વાવાઝોડાનો શિકાર બન્‍યા હોય હજુ સુધી તંત્ર તરફથી કોઈ મદદ મળી ન હોયપશુપાલન વિભાગે ત્‍યાં દોડવું જરૂરી બન્‍યું છે. ગીરમાં નેશમાં વસવાટ કરતા તમામ પશુઓનો સર્વે કરીને ઈજાગ્રસ્‍ત બનેલ પશુઓને ઝડપથી સારવાર મળે અને પશુપાલકોને આર્થિક સહાય મળે તે પ્રકારની કામગીરી કરવા જીવદયા પ્રેમીઓમાં માંગ ઉભી થઈ છે.

Related Posts