fbpx
સૌરાષ્ટ - કચ્છ

ગીર પ્રવાસીઓ માટે સિંહદર્શન શરૂ કરાયું

જૂનાગઢના ગીર અભ્યારણ માં પ્રથમ દિવસે સિંહ દર્શન માટે પ્રવાસીઓની ભીડ જાેવા મળી. ગીરના સાવજનું વેકેશન પૂર્ણ થતા આજથી સિંહ દર્શનની શરૂઆત થઈ. જેમાં પ્રથમ દિવસે જ ૧૫૦થી વધુ પ્રવાસીઓએ બુકિંગ કરાવ્યું છે. ૧૬ જૂનથી ૧૫ ઓક્ટોબર સુધી અભ્યારણ બંધ રહ્યુ હતું. પરંતુ આજથી ફરી સિંહ દર્શન શરૂ થતા પ્રવાસીઓમાં ઉત્સાહ જાેવા મળ્યો. સિંહ દર્શનનો લ્હાવો લેવા આવતા પ્રવાસીઓએ ખુબ જ આનંદ વ્યક્ત કર્યો હતો. સાથે દિવાળીની રજાઓમાં સિંહ દર્શનની મજા માણવા સહેલાણીઓ (ર્ંેિૈજંજ) એડવાન્સ બુકિંગ કરી રહ્યા છે. ત્યારે દિવાળીના તહેવારમાં વધુ પ્રવાસીઓ ઉમટે તેવો અંદાજ છે. હાલ તો ગીર પંથકમાં સારા વરસાદ બાદ અભ્યારણમાં સોળે કળાએ ખીલેલી પ્રકૃતિ વચ્ચે પ્રવાસીઓ સિંહ દર્શનનો આનંદ માણી રહ્યા છે. સાસણ ડ્ઢર્હ્લં, સરપંચ સહિત વન વિભાગના સ્ટાફની હાજરીમાં સિંહ દર્શનને લીલી ઝંડી આપવામાં આવી. સાસણ ગીરના ડ્ઢર્હ્લં મોહન રામે જણાવ્યું કે, આજથી સાસણ ગીર અભ્યારણ પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકાયુ છે. પહેલા દિવસથી જ ઓનલાઈન પરમીટ ફૂલ થઈ ગઈ છે. સાસણ સિંહ સદન ખાતેથી પ્રવાસીઓની પ્રથમ ટ્રીપ રવાના કરાઈ છે. ફુલગુલાબી ઠંડી વચ્ચે ગીરના જંગલમાં પ્રવાસીઓમાં અનેરો ઉત્સાહ જાેવા મળ્યો. પ્રવાસીઓ ગીર અભ્યારણની મુલાકાત લેવા માટે ઉત્સુક છે. સાસણ ગીરની પ્રથમ મુલાકાત લેનાર મુંબઈના પરિવારે પણ ખુશી વ્યક્ત કરી. દિવસ દરમ્યાન વનવિભાગ દ્વારા ૧૫૦ પરમીટ ઇસ્યુ કરવામાં આવે છે. કોરોનાનું સંક્રમણ ઓછું થતા સિંહ દર્શન માટે પ્રવાસીઓમાં ભારે આનંદ જાેવા મળ્યો. ગીરના સિંહો નું વેકેશન પૂર્ણ થતા હવે આજથી પ્રવાસીઓ ફરીથી સિંહ દર્શન કરી શકશે. વેકેશન માં પ્રવાસીઓ સિંહદર્શન કરી શકે તેના માટે એન્ડવાન્સ પરમિટ બુકિંગની શરૂઆત પણ કરવામાં આવી છે. ત્યારે આજે સવારે સાસણ ડ્ઢર્હ્લં, સરપંચ સહિત વન વિભાગના સ્ટાફની હાજરીમાં સિંહ દર્શનને લીલી ઝંડી આપવામાં આવી છે.

Follow Me:

Related Posts