ગુજરાતના દરિયાકિનારેથી વધુ એક વખત ડડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાતા ચકચાર મચી ગઈ છે. ગીર સોમનાથના ધામલેજ દરિયાકિનારેથી ડ્રગ્સનો મોટો જથ્થો મલી આવ્યો હતો. આ બાબતે પ્રથામિક તપાસમાં આ ડ્ગર્સ ચરસ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. દરિયાકિનારેથી મળેલા આ ચરસની કિંમત અંદાજે ચાર કરોડ રુપિયા હોવાનું અનુમાન છે.
આ બનાવની વિગત મુજબ એસઓજીઅને પેટ્રોલિંગ અધિકારીઓએ માહિતીને આધારે આ રેડ પાડી હતી. જેમાં દરિયા કિનારે પેટ્રોલિંગ દરમિયાન ચરસના ૯ પેકેટ મળી આવ્યા હતા. ચરસનો આ જથ્થો મળી આવ્યા બાદ એફએસએલની મદદ લેવામાં આવી પહી છે. હાલમાં અધિકારીઓ ચરસનો આ જથ્થો ક્યાંથી આવ્યો અને કોને ડિલીવરી કરવાની હતી તે અંગે ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
Recent Comments