ગીર સોમનાથના માંડવી પાસેથી ૪૦૭ વિદેશી દારૂની બોટલ સાથે ૫ાંચની ધરપકડ
ગીરસોમનાથ એલસીબી તેમજ ઉના પોલીસના સ્ટાફ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે દિવ માંથી ૫ શખ્સો દરીયાઇ ખાડી માંથી બાચકાઓમાં વિદેશી દારૂનો ભરીને નિકળતા હોય તેને એ.માંડવી નજીક પક્ષીઘર પાસે આવેલ ખાડીમાં રોકાવી તપાસ કરતા કિશન બાલુ ચુડાસમા રહે. દેલવાડા, વિજય ઉર્ફે ભરત ચુડાસમા રહે. દેલવાડા, હિતેષ બાલુ પરમાર રહે.ઉના, સંજય દિલીપ સોલંકી રહે. સનવાવ, મુકેશ ઉર્ફે ભોલુ રમેશ વાઘેલા રહે. ધારીની પુછપરછ કરતા તેના કબ્જા માંથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડનો બોટલ નં.૪૦૭ મળી આવેલ જેની કિ.રૂ. ૨૮.૭૫૦ તથા મોબાઇલ સહીતનો મુદામાલ પકડી પાડી પાંચ શખ્સો વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુન્હો નોધેલ છે. ગીરસોમનાથ એલસીબીની ક્રાર્યવાહીથી દિવ માંથી અલગ અલગ બારમાંથી દારૂ લાવી ગુજરાતમાં હેરાફેરી કરતા શખ્સોને પકડતા બાર માલીકોમાં પણ ફફડાટ ફેલાયો છે. એલસીબી ઇન્ચાર્જ કે જે ચોહાણના માર્ગદર્શન હેઠળ પ્રફુલભાઇ વાઢેર, સૈલેષભાઇ ડોડીયા, રાજુભાઇ ગઢીયા, ઉદયસિંહ સોલંકી, સંદિપભાઇ ઝણકાટ સહીતના કર્મચારી ઓએ આ જથ્થો પકડી પાડી કાર્યવાહી કરી હતી.ૠ તસ્વીર. જયેશ ગોંધીયા
Recent Comments