રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ગીરસોમનાથમાં મોપેડ ચાલક ખાડીમાં ખાબક્યો હોવાની ઘટના સામે આવી છે. ગીર સોમનાથના વેરાવળ બંદર વિસ્તારમાં મોપેડ ચાલકે કાબૂ ગુમાવતા ખાડીમાં પડ્યો હતો. જેની જાણ થતા સ્થાનિક માછીમારોએ જીવ બચાવ્યો છે.
બીજી તરફ નર્મદા જિલ્લામાં ટ્રેકટર પાછળ બાઈક અથડાતા ચાલકનું મોત થયુ હોવાની ઘટના બની છે. ગમોડ ગામના પેટ્રોલ પંપ નજીક અકસ્માતની ઘટના બની છે. મળતી માહિતી અનુસાર પુરઝડપે આવી રહેલો બાઈક ચાલક ટ્રેકટર સાથે અથડાતા હવામાં ફંગોળાયો હતો. બાઈક ચાલકને તાત્કાલિક સારવાર અર્થે વડોદારની જીજીય્ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બાઈક પાછળ બેઠેલા અન્ય વ્યક્તિને ગંભીર ઈજાગ્રસ્ત થયો છે.
Recent Comments