fbpx
ગુજરાત

ગુજકેટની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને થશે બે માર્કસની લ્હાણી

ગુજકેટની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને બે માર્કની લ્હાણી કરાશે. ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના પેપરમાં ૨ પ્રશ્નોમાં ભૂલ હોવાથી ૧-૧ એમ કુલ બે માર્ક તમામ વિદ્યાર્થીઓને આપવાનો ર્નિણય કરાયો છે. પ્રશ્નપત્ર સેટ નંબર ૧ માં ૪૪ મો અને ૭૫ મો પ્રશ્નમાં ભૂલ હોવાનું સામે આવતા તમામને બે માર્ક અપાશે.

તો બીજી તરફ, બોર્ડ દ્વારા ગુજકેટની આન્સર કી જાહેર કરાઈ છે. ત્યારે જાે આન્સર કી મામલે કોઇ રજૂઆત હોય તો તે ૧૭ ઓગસ્ટ સુધી કરી શકાશે. પ્રશ્નદીઠ ૫૦૦ રૂપિયા ભરીને ઇ-મેઇલના માધ્યમથી રજૂઆત કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, ડિગ્રી એન્જિનિયરીંગ તેમજ ડિપ્લોમા/ડિગ્રી ફાર્મસીમાં પ્રવેશ માટે ૬ ઓગસ્ટના રોજ ગુજકેટની પરીક્ષા લેવાઈ હતી, જેમાં ૧.૧૭ લાખ જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
ધોરણ ૧૨ સાયન્સ બાદ ડીગ્રી એન્જીનીયરીંગમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની મુદત ૨૨ ઓગસ્ટ સુધી વધારાઈ છે. આ સિવાય ૧૨ સાયન્સ બાદ ફાર્મસીમાં પણ પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશનની અવધિ ૨૪ ઓગસ્ટથી વધારીને ૧ સપ્ટેમ્બર કરાઈ છે. ગુજકેટનું પરિણામ જાહેર ન થયું હોવાથી રજિસ્ટ્રેશનની મુદતમાં વધારો કરવાનો ર્નિણય લેવાયો છે.

Follow Me:

Related Posts