ગુજકોમાસોલ, ઈફકો,એન.સી.યુ.આઈ.બાદ ICAO ના પ્રમુખ પદ માટે નામાંકન પત્ર ભર્યુ
ગુજકોમાસોલ, ઈફકો,એન.સી.યુ.આઈ.બાદ ICAO ના પ્રમુખ પદ માટે નામાંકન પત્ર ભર્યુ સંઘાણીના કૃષિ ક્રાંતિકારી નિર્ણયો અને નેનો યુરિયાની વિશ્વએ નોંધ લીધી નેપાળ,શ્રીલંકા,બાંગ્લાદેશ,દક્ષિણ કોરીયા સહિત ઐશીયા પેસિફીક દેશો
મતદાતાઓ સહકા૨ થી સમૃધ્ધિ અને આત્મનિર્ભ૨તા ત૨ફ દેશનું સહકા૨ી ક્ષેત્ર
પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી એ દેશને આત્મનિર્ભર બનવા સેવલ સ્વપ્નસુચનને દેશના સહકારી ક્ષેત્રએ ઝડપથી પૂર્ણ કરવા સ્વરોજગારના નિર્માણ તરફ દોડ અને દેશના આર્થીક વિકાસમાં સહકારની અગ્રીમ ભૂમિકાથી સમગ્ર વિશ્વ અચંબીત બન્યુ છે. દેશના ગૃહ અને સહકાર મંત્રી અમીતભાઈ શાહ સહકારી પ્રવૃતિને વેગ આપી ખેતિ-ખેડૂતને શસક્ત અને સમૃધ્ધ બનાવતી અનેકવિધ યોજનાઓ દેશમા લાગુ કરીને નવી ચેતના પ્રસરાવી છે જેનું માધ્યમ પણ ગુજરાત બન્યુ છે.
દેશનું અર્થતંત્ર કૃષિ અને કિસાન આધારીત છે તેવા સમયે આ ક્ષેત્રનો બહોળો અનુભવ અને અભ્યાસ ધરાવે છે તેવા રાષ્ટ્રિય સહકારી અગ્રણી દિલીપ સંધાણીને વધુ એક મહત્વપૂર્ણ જવાબદારી સોપવાની તૈયારીઓ થઈ ચૂકી છે જેમા દિલીપ સંઘાણીને આઈ.સી.એ.ઓ.ના પ્રમુખ પદભાર તરફથી ગતિવિધી તેજ બની છે. નામાંકન પત્ર રજુ થઈ ચુકેલ હોઈ, ગુજકોમાસોલ, ઈફકો, એન.સી.યુ.આઈ. બાદ એક વધુ આંતરરાષ્ટ્રિય સહકારી સંસ્થામા સંઘાણી પ્રમુખપદ તરફ જઈ રહયા છે આ પદ પર હાલ દક્ષિણ કોરીયા છે તે સ્થાને ભારત બેસશે. નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ, દક્ષિણ કોરીયા સહિતના ઐશીયા-પેસિફીક દેશો મતદાતાઓ છે અને આ દેશો સાથેના મંત્રીભાવ ભારતને મજબૂત સમર્થન પુરૂ પાડશે તેવો વિશ્વાસ વ્યકત થયો છે જે દિલીપ સંઘાણીને સફળતા તરફ દોરી જશે જે ગુજરાતનું ગૌરવ
Recent Comments