ગુજરાતનાં અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પ્રથમવાર બનશે ૩૬૭ કરોડના ખર્ચે બનશે બ્રિજ
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટના ફેઝ-ટુ અંતર્ગત પશ્વિમમાં આવેલા ટોરેન્ટ પાવરહાઉસથી શાહીબાગ સુધી રુપિયા ૩૬૭ કરોડના ખર્ચથી બેરેજ કમ બ્રિજ બનાવવામાં આવનાર છે. આ બ્રિજ બનાવવા માટે થનાર તમામ ખર્ચ ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ તરફથી મળનારી ગ્રાન્ટમાંથી કરવામાં આવશે. રિવરફ્રન્ટ પ્રોજેકટ અંતર્ગત થનારા બરાજમાં રબર બેરેજનું ઓપરેશન અને મેઈન્ટેનન્સ ઓટોમેટીક કંટ્રોલ સિસ્ટમ આધારીત રહેશે. શહેરમાં પાણીની અછતના સમયે કોતરપુર ઈન્ટેક વેલ મારફતે અંદાજે ૧૦થી ૧૫ દિવસ ચાલે એટલો પાણીનો જથ્થો શુધ્ધિકરણ માટે મોકલી શકાશે. સાબરમતી ટોરેન્ટ પાવરસ્ટેશન(બી.આર.ટી.એસ.) રોડથી કેમ્પ સદર બજાર(એરપોર્ટ રોડ)ના બંને તરફના રસ્તાઓને જાેડતો બ્રિજ બનશે.
સાબરમતી,ચાંદખેડા,મોટેરાથી લઈ પૂર્વ વિસ્તારમાં આવેલા હાંસોલ તથા એરપોર્ટને સીધી કનેકટિવીટી મળશે. ટ્રાફિક સમસ્યા મહદઅંશે હળવી બનશે. બેરેજ કમ બ્રિજ પૈકી રબર બેરેજનુ ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ ઓટોમેટીક કંટ્રોલ સિસ્ટમ આધારીત હોવાથી તેને ડીફલેકટ કરવાથી નદીના વહેતા પુરને અવરોધરુપ ના થાય તેને અનુરુપ યુનિક એરફીલ્ડ રબર બેરેજ બનાવવામા આવશે. રબર ટાઈપ બેરેજનુ કામ દક્ષિણ કોરીયાને આપવામાં આવ્યુ છે. અમદાવાદ શહેર માટે રો વોટર સંગ્રહ કરવા તથા રોડ નેટવર્ક તથા સિવિલ તથા સ્ટ્રીટલાઈટની કામગીરી રાજકમલ બિલ્ડર ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી.ને અપાઈ છે.
Recent Comments