fbpx
ગુજરાત

ગુજરાતના કાપડ વેપારીઓને ૩૦૦ કરોડના ઓર્ડર મળ્યા

ગુજરાતની ટેક્સટાઇલ ટ્રેડ બોડી મસ્કતી ક્લોથ માર્કેટ મહાજને ગારટેક્સ ટેક્સ પ્રોસેસ ઇન્ડિયા, ૨૦૨૨ સાથે હાથ મિલાવ્યો હતો. ગારટેક્સ ટેક્સ પ્રોસેસ ઇન્ડિયા, ૨૦૨૨ની દિલ્હી માટે અમદાવાદની નોડલ ટેક્સટાઇલ ટ્રેડ બોડી મસ્કતી ન્યૂ ક્લોથ માર્કેટ મહાજનની શાખા ફેબેક્સા સાથે જાેડાણ કરવામાં આવ્યું હતું. અગામી દિવસોમાં નવરાત્રિ, દિવાળી સહિત અન્ય તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરના ૮૨ ફેબ્રિકસ અને ૨૦ ડેનિમના ઉત્પાદકો દ્વારા કલેક્શન મૂકવામાં આવ્યું હતું. આ વેપારીઓએ આગામી ફેશનને ધ્યાનમાં રાખીને પોતાની પ્રોડક્ટ્‌સ ડિસ્પ્લેમાં રાખીને બુકિંગ મેળવ્યા છે.

આ ફેરમાં બાઇગ હાઉસિંગ, એકસ્પોર્ટ હાઉસ, ગારમેન્ટ બ્રાન્ડ વેપારીઓ અને સંસ્થાઓએ સમગ્ર દેશમાંથી ભાગ લીધો હતો. ફેરમાં ફેબ્રિક્સ સાથે મશીનરી, એસેસરિઝ, વગેરે આ ફેરમાં જાેવા મળ્યા હતા. રો-મટીરિયલના ભાવમાં વધારાના કારણે કાપડના ભાવમાં ૩૦થી ૪૦ ટકાનો વધારો થયો હતો, પરંતુ હાલમાં કાપડના ભાવમાં ૨૦ ટકાનો ઘટાડો થયો હોવાથી તેનો લાભ ગ્રાહકોને દિવાળી દરમિયાન જાેવા મળશે.

વધુમાં ફેબેક્સા દ્વારા આ ટ્રેડમાં જુદા-જુદા રાજ્યોમાંથી ૨૦૦ વેપારીઓને આવવા જવાની તેમ જ રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી.મસ્કતી કાપડ માર્કેટ મહાજનના વેપારીઓ દિલ્હી ખાતે ૪થી ૬ ઓગસ્ટ દરમિયાન આયોજીત આંતરાષ્ટ્રીય વેપાર મેળામાં ભાગ લેવા ગયા હતા, જેમાં અમદાવાદના ૮૨ ફેબ્રિક અને ૨૦ ડેનિમના વેપારીઓ પ્રગતિ મેદાનમાં આયોજીત ગારટેકસ એક્ઝિબિશનમાં રૂ.૩૦૦ કરોડથી વધારે ઓર્ડર બુક કર્યા છે.

જ્યારે દિવાળી સુધીમાં બીજા રૂ.૪૦૦ કરોડના બુકિંગ થવાની આશા મસ્કતી મહાજને વ્યક્ત કરી છે. આમ કાપડના વેપારીઓની દિવાળી સુધીનું બુકિંગ થઈ રહ્યું છે. એક્ઝિબિશનમાં શૂટિંગ શર્ટિંગ, ડ્રેસ મટીરિયલ, ડેનિમ, નીટ્‌સ, હોઝિયરીનું ડિસ્પ્લે કરાયું હતું.

Follow Me:

Related Posts