fbpx
ગુજરાત

ગુજરાતના તમામ બસ સ્ટેશન પર પે એન્ડ યુઝ શૌચાલય બિલકુલ ફ્રીરાજ્ય સરકાર દર મહીને રૂપિયા ૧૦ લાખની આવક જતી કરશે

ગુજરાતના તમામ બસ પોર્ટ અને આસપાસના પે એન્ડ યુઝ શૌચાલય માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ ર્નિણય કર્યો છે. આ ર્નિણય અંગેની જાહેરાત વાહનવ્યહાર મંત્રી હર્ષ સંઘવીએ કરી હતી. હવેથી ગુજરાતના તમામ બસ પોર્ટ તેમજ આસપાસના પે એન્ડ યુઝ શૌચાલયમાં કોઈપણ પ્રકારનો ચાર્જ નહીં વસુલવાનો ર્નિણય કરાયો છે. આ સાથે જ રાજ્ય સરકાર દર મહીને રૂપિયા ૧૦ લાખની આવક જતી કરશે. ગુજરાતના તમામ બસ પોર્ટ પર શૌચાલય ફ્રી કરવાના ર્નિણયનો અમલ માર્ચ મહીના બાદ કરવામાં આવશે. એસટી વિભાગ દ્વારા રાજ્યભરમાં સ્વચ્છતા અભિયાનનો આજથી આરંભ થયો છે. ત્યારે તમામ એસટી બસમાં ડસ્ટબિન મુકવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

બસ સ્ટેશન પર સ્વચ્છતામાં વિશેષ વ્યવસ્થા ઉભી કરવા માટે આ ર્નિણય કરવામાં આવ્યો છે. આ માટે ગુજરાતના તમામ બસ પોર્ટના પે એન્ડ યુઝ કોન્ટ્રાક્ટરર્સને નોટિસ પાઠવી માર્ચ સુધીમાં છુટા કરવામાં આવશે અને બાદમાં શૌચાલયને ફ્રી કરવામાં આવશે. ગુજરાતની એસટી બસમાં લાખો લોકો મુસાફરી કરે છે, તેમના માટે ગુજરાત સરકારે મહત્વનો ર્નિણય લીધો છે. હવેથી બસ સ્ટેન્ડ પર ૨૪ કલાક સફાઈકર્મી હાજર રાખવાનો પણ ર્નિણય કરવામાં આવ્યો છે. ગુજરાતના ૧૨૫ બસ સ્ટેન્ડ અને અન્ય જગ્યાઓ પર ચૂંટાયેલા સભ્યો જેમાં ૫૫૦ થી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિ સ્ટેશનની સફાઈ માટે આ અભિયાનમાં જાેડાયા છે.

Follow Me:

Related Posts