ગુજરાતના દરિયાકાંઠા નજીકથી સુરક્ષા એજન્સીઓએ600 કરોડનાડ્રગ્સનાજથ્થા સાથે 14ને પકડી પડ્યા
ગુજરાતના દરિયાકાંઠા નજીકથી ડ્રગ્સઝડપાયું. ભારતીય જળસીમા નજીક સુરક્ષા એજન્સીઓએ મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. સુરક્ષા એજન્સીઓને બાતમી મળી હતી, બાતમીના આધારે કાર્યવાહી કરતા NCB અને કોસ્ટગાર્ડએડ્રગનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગુજરાતના દરિયાકાંઠા નજીકથી સુરક્ષા એજન્સીઓ દ્વારા આશરે 90 કિલોનાડ્રગનાજથ્થા સાથે 14 લોકોને પકડી પાડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, આશરે 600 કરોડનીકિંમતનાંડ્રગ્સની સાથે 14 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી. ગુજરાતના દરિયાકાંઠા નજીકથી આંતરરાષ્ટ્રીય મેરીટાઇમબાઉન્ડ્રી લાઇન નજીકથી ડ્રગ્સઝડપાયું છે.
સુરક્ષા એજન્સીએ જણાવ્યું કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને ગુજરાત એ ટી એસસાથેના સંયુક્ત ઓપરેશનમાં, ભારતીય કોસ્ટગાર્ડે ગુજરાતના દરિયાકાંઠે આંતરરાષ્ટ્રીય મેરીટાઇમબાઉન્ડ્રી લાઇન નજીક આશરે 90 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુપ્તચર માહિતીના આધારે એજન્સીઓ દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
Recent Comments