દરિયા કિનારેથી મળેલ ડ્રગ્સની કિંમત ૨૦ હજાર કરોડ રૂપિયાથી પણ વધારે હોવાની શક્યતા ડ્રગ્સ માફિયા માટે ગુજરાત હવે હોટ ડેસ્ટિનેશન બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. રોજ-બરોજ વિવિધ સ્થળેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. વારંવાર ડ્રગ્સ મળવાના સમાચાર હવે ગુજરાતીઓ કે દેશવાસીઓ માટે નવા નથી. ફરી એકવાર ગુજરાતના દરિયા કિનારેથી ડ્રગ્સ મળી આવ્યું છે. ૧૦૦ કે ૨૦૦ કિલો નહીં પરંતુ ૩૦૦૦ કિલો ડ્રગ્સ મળી આવતા હડકંપ મચી ગયો છે. વર્તમાનમાં ચાલી રહેલા વિધાનસભા સત્રમાં ડ્રગ્સ પકડવાના કેસનો આંકડો ગૃહ મંત્રીએ રજૂ કર્યો હતો.તે મુજબ ગુજરાતમાં વર્ષ ૨૦૨૨/૨૩માં દ્ગડ્ઢઁજીના ૫૧૨ કેસ નોંધાયા છે.
છેલ્લા ૨ વર્ષમાં ગુજરાતમાંથી કુલ ૫૩૩૮ કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. તેમણે વધુમાં આંકડા રજૂ કરતા દ્રારકામાંથી બે વર્ષમાં રૂપિયા ૧ લાખ ૭૬ હજારનું સ્ડ્ઢ ડ્રગ્સ ઝડપાયું છે. દ્રારકામાંથી કુલ રૂપિયા ૨ લાખ ૪૦ હજારથી વધુ કિમંતના કફ સીરપના ૧૬૨૨ નંગ જપ્ત કરાયા છે. સાથો સાથ દ્રારકામાં ૧૫, વડોદરા શહેર અને ગ્રામ્યમાંથી ૮૭ લોકોની ધરપકડ કરાઇ છે. વડોદરા શહેરમાંથી રૂપિયા ૫૬ લાખ ૩૨ હજારથી વધુનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું. વડોદરા ગ્રામ્યમાંથી રૂપિયા ૨૫ લાખ ૩૭ હજારથી વધુનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયુ જ્યારે દ્વારકા નજીક સમુદ્ર બોર્ડર હોવાથી તેને વિજિલન્ટ એરિયા તરીકે રખાયો છે.
દેશમાંથી ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના આ મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવી દેવાયું છે.
ચોક્કસ બાતમીના આધારે નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો,ઇન્ડિયન નેવી,કોસ્ટગાર્ડ અને ગુજરાત પોલીસે સમગ્ર ઓપરેશન પાર પાડ્યુ હતું. ડ્રગ્સની સાથે ઝ઼ડપાયેલા પાંચેય ખલાસીઓ ઇરાનના હોવાનું અને બોટ પણ ઇરાનની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ખલાસીઓ પાસેથી સેટેલાઇટ ફોન અને અન્ય સામગ્રી કબજે કરાઇ છે..ખલાસી ક્યાના છે તે તપાસ બાદ જ સામે આવશે. આ સમગ્ર ઓપરેશન સોમવારે મોડી રાત્રે પાર પડાયુ હતુ. ડ્રગ્સનો જે જ્થ્થો ઝડપાયો છે તેમાં ત્રણ અલગ અલગ પ્રકારના ડ્રગ્સ હોવાનું સામે આવ્યું છે. હજુ સુધી ઝડપાયેલા ડ્રગ્સની કિંમતનો ચોક્કસ આંકડો તો સામે આવ્યો નથી પરંતુ માનવામાં આવે છે કે ઝડપાયેલા ડ્રગ્સની કિંમત ૨૦ હજાર કરોડ રૂપિયાથી પણ વધારે હોઇ શકે છે.


















Recent Comments