fbpx
અમરેલી

ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના માર્ગદર્શન મુજબ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીના અવસર પર સમગ્ર ભારત દેશમાં પહેલી ઓક્ટોબર સવારે ૧૦:૦૦ કલાકથી ૧૧:૦૦ કલાક સુધી શ્રમદાન આપવાનું આહવાન કરેલ.

ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના માર્ગદર્શન મુજબ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીના અવસર પર સમગ્ર ભારત દેશમાં પહેલી ઓક્ટોબર સવારે ૧૦:૦૦ કલાકથી ૧૧:૦૦ કલાક સુધી શ્રમદાન આપવાનું આહવાન કરેલ. જ્યાં સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા તે મંત્રને સાર્થક કરવા સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે સમસ્ત ગ્રામ સમાજ દ્વારા એક કલાક શ્રમદાન આપીને સમગ્ર ગામમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવેલ. આ કાર્યક્રમની સાથે ડો.હિરેનભાઈ ભાલાળા દ્વારા ઓર્થોપેડીક કેમ્પ નું આયોજન કરવામાં આવેલ. આ કેમ્પમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો. ગામની સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર અભિયાન આંબરડી ગામના અગ્રણી તેમજ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણીની અધ્યક્ષતામાં યોજાયેલ. સાથે આંબરડી ગામના સરપંચ પ્રેમજીભાઈ બગડા જિલ્લા પંચાયતના સદસ્ય શરદભાઈ ગોદાણી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts