ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હીની મુલાકાતે
રાજ્યના નવા સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ સીએમ બન્યા બાદ પહેલી વખત દિલ્હી પહોંચી રહ્યા છે. ત્યારે તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહને પણ સૌજન્ય શુભેચ્છા મુલાકાત કરશે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે.પી. નડ્ડાજીને પણ શુભેચ્છા મુલાકાત માટે મુખ્યમંત્રી નવી દિલ્હીમાં મળવાના છે. મુખ્યમંત્રી નવીદિલ્હીથી સોમવારે રાત્રે અમદાવાદ પરત આવશે.ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હી શુભેચ્છા મુલાકાત માટે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી રવાના થયા છે.
સીએમ ભુપેન્દ્ર પટેલ સૌ પ્રથમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વૈક્યા નાડુને મળશે. ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથસિંહને મળશે. સાંજે ૪ કલાકે ઁસ્ મોદી સાથે સીએમની સૌજન્ય મુલાકાત છે. સાંજે ૬ કલાક ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે મુલાકાત કરશે. મહાનુભાવો સાથેની આ મુલાકાત મહત્વની ગણાય છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે સોમવારે ૨૦મી સપ્ટેમ્બરે નવી દિલ્હીની એક દિવસીય મુલાકાતે પહોંચી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદ ભુપેન્દ્ર પટેલ આજે પ્રથમવાર ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી તેમજ ઉપરાષ્ટ્રપતિ એમ.વૈંકેયા નાયડુજીની શુભેચ્છા સૌજન્ય મુલાકાત કરવા જઈ રહ્યા છે. આ સિવાય ભુપેન્દ્ર પટેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને સૌજન્ય શુભેચ્છા મુલાકાત પણ કરશે.
Recent Comments