ગુજરાત

ગુજરાતના મુખ્ય સચિવ તરીકે પંકજકુમારની નિયુક્તિ

ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમનું બીજું એક્સટેન્શન ૩૧ ઓગસ્ટે પૂર્ણ થઇ રહ્યું છે. આ દરમિયાન ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે હાલ ગૃહ વિભાગના સચિવ પંકજકુમારનું નામ લગભગ નક્કી મનાય છે. હાલ મુકીમ બાદ ગુજરાતની અમલદારશાહીમાં સૌથી સિનિયર અધિકારી પંકજકુમાર છે. ગુજરાત સરકાર કેન્દ્ર સરકારને તેમનું નામ મુખ્ય સચિવ માટે પસંદ કરવા દરખાસ્ત મોકલી રહી છે.પંકજકુમાર મૂળ બિહારના વતની છે અને તેઓ ૧૯૮૬ બેચના અધિકારી છે. તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ખૂબ નજીકના ગણાય છે. આ દરમિયાન વર્તમાન મુખ્ય સચિવ અનિલ મુકીમે ગુરુવારે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન સાથે એક અંગત મુલાકાત કરી હતી. કે. કૈલાસનાથન પણ દિલ્હી જઇ રહ્યા છે. કૈલાશનાથન દિલ્હી પહોંચ્યા બાદ ગમે ત્યારે ગુજરાતના નવા મુખ્ય સચિવની નિમણૂંકના આદેશો થઇ શકે છે.

Follow Me:

Related Posts