fbpx
રાષ્ટ્રીય

ગુજરાતના મુસાફરો ભરેલ બસ ઉત્તરાખંડના ઉત્તરકાશીની ખીણમાં ખાબકી, ૭ લોકોના મોત

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મુસાફરોથી ભરેલી બસ ખીણમાં પડી હતી. બસમાં ૩૩ મુસાફરો સવાર હોવાના સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ આ દુર્ઘટનામાં ૭ લોકોના મોત થયા હોવાનું જણાવવામાં આવ્યું છે. સાથે જ ૨૦ લોકોને સુરક્ષિત બચાવી લેવાયા છે. ઉત્તરાખંડની રાહત અને બચાવ ટીમ દ્વારા અન્યને શોધવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, ત્રિમૂર્તિ ટ્રાવેલ્સની બસ, ૩૩ મુસાફરો સાથે ગંગોત્રી ધામથી પરત ફરી રહી હતી. તે સમયે આ બનાવ બન્યો છે. મીડિયા અહેવાલ અનુસાર જણાવીએ કે, ઉત્તરકાશી નજીક ખીણમાં પડેલી બસ, ત્રિમૂર્તિ ટ્રાવેલ્સની હતી. બસમાં ૩૩ મુસાફરો સાથે ગંગોત્રી ધામથી મુસાફરી કરીને પરત ફરી રહી હતી.

બસ ગંગનાની પાસે ક્રોસ બેરિયર તોડી ઊંડી ખીણમાં પડી હતી. જાે કે ખીણમાં ભાગીરથી નદીના કિનારે કેટલાક ઘટાટોપ વૃક્ષો અને પર્વતના કાટમાળની મદદથી બસ ખીણમાં તળીયે જતી રોકાઈ ગઈ. આ દરમિયાન મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ, આ દુર્ઘટનાની માહિતી મળતાં જ દુઃખ વ્યક્ત કર્યું છે. આ સાથે વહીવટીતંત્રને ઝડપથી રાહત અને બચાવ કાર્ય કરવા સૂચના આપવામાં આવી છે. આ અંગે તેમણે એક ટિ્‌વટ કરીને ઘટના અંગે દુંખ વ્યક્ત કર્યું છે. ઘાયલ મુસાફરો વિશે માહિતી મેળવવા ફોન નંબર જાહેર.. જે જણાવીએ, ઘટના અંગે માહિતી આપતા સ્થાનિક પ્રશાસને જણાવ્યું કે, ઘાયલોને પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ખીણમાં પડેલ બસનો નંબર ેંદ્ભ૦૭ઁછ ૮૫૮૫ છે. બસ દુર્ઘટના બાદ વહીવટીતંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. ઘાયલ મુસાફરો વિશે માહિતી માટે, તમે ૦૧૩૪ ૨૨૨૭૨૨, ૨૨૨૧૨૬ અને ૭૫૦૦૩૩૭૨૬૯ પર કૉલ કરી શકો છો.

Follow Me:

Related Posts