ગુજરાતના ૨૦૬ જળાશયોમાં ૩૪% થી વધુ જળસંગ્રહ, રાજ્યની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં ૫૨% થી વધુનો જળસંગ્રહ
આ વર્ષે વરસેલા વરસાદથી રાજ્યના ટમાં જળાશયોમાં પાણીની આવક થઈ છે, રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૩૪% થી વધુ જળસંગ્રહ હોવાના આંકડા સામે આવ્યા છે, જ્યારે ગુજરાતની જીવાદોરી કહેવતો સરદાર સરોવર ડેમમાં હાલ ૫૨%થી વધુનો જળસંગ્રહ છેસૌરાષ્ટ્રના ત્રણ જળાશયો વાગડીયા, વાંસલ અને સસોઈ-૨ સંપૂર્ણ રીતે છલકાતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા ૪૮ કલાકથી વરસી રહેલા વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ ૫૨ ટકાને પાર કરી ગયો છે. સરદાર સરોવર માં હાલમાં ૦૧,૭૫,૬૬૨ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૨.૫૮ ટકા જેટલો જળસંગ્રહ જ્યારે રાજ્યના કુલ ૨૦૬ જળાશયોમાં ૦૧,૯૧,૬૪૦ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૩૪.૨૧ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. નોંધનીય છે કે, જળ સંપતિ વિભાગના અહેવાલમાં આ માહિતી જાહેર કરવામાં આવી છે.
જો કે, રાજ્યના કુલ સાત જળાશયો ૭૦ ટકાથી ૮૦ ટકા વચ્ચે ભરાતા વોન’ગ આપવામાં આવી છે. જેમાં જામનગર જિલ્લાના ફુલઝર-૧, સુરેન્દ્રનગરના ધોળીધજા, ભરૂચના બલદેવા, કચ્છના કાલાઘોઘા, પોરબંદરના સારણ, રાજકોટના આજી-૨ તથા જામનગરના ફુલઝર(કે.બી.) ડેમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કુલ ૧૫ જળાશયોમાં ૨૫.૪૨ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ માં ૩.૨૪ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩માં ૩૭.૭૮ ટકા, કચ્છના ૨૦ માં ૨૨.૬૭ ટકા જ્યારે સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૨૭.૭૫ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. ગત વર્ષે એટલે કે, વર્ષ ૨૦૨૩ની વાત કરવામાં આવે તો ત્યારે આજના દિવસે ઉત્તર ગુજરાતના કુલ ૧૫ જળાશયોમાં ૬૦.૧૪ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ માં ૩૩.૬૪ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ માં ૪૦.૬૬ ટકા, કચ્છના ૨૦ માં ૬૩.૮૫ ટકા જ્યારે સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૬૨.૩૨ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો હતો.
Recent Comments