ગુજરાતના ૭૦૦૦ એચટાટ શિક્ષકો આજથી સરકાર સામે આંદોલન છેડશે
ગુજરાતમાં છેલ્લા ૧૨ વર્ષ કરતા વધારે સમયથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં એચટીએટી આચાર્યોની ભરતી કરવામાં આવી છે. જોકે, વર્ષો વીતવા છતાં હજુ સુધી તેમની બદલીઓ માટેનાં નિયમો બહાર ન આવતા આચાર્યોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. જેથી ૨ જુલાઈથી એચટીએટી સંગઠન દ્વારા ગાંધીનગરમાં આમરણાંત ઉપવાસ આંદોલન કરવામાં આવશે, જેમાં બનાસકાંઠા જિલ્લાના ૯૦ એચટીએટી શિક્ષકો સહિત ગુજરાતના ૭૦૦૦ શિક્ષકો આંદોલન કરશે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય શિક્ષકો છાવણીમાં હાજર રહેશે
સંગઠનનાં સુત્રોએ જણાવ્યું હતું કે, બદલીઓ બાબતે શિક્ષણ મંત્રીથી લઈ સચિવ સુધી વારંવાર રજૂઆતો અને બેઠકો કર્યા બાદ પણ ઉકેલ ન આવતા બનાસકાંઠા સહિત ગુજરાતના ૭૦૦૦ એચટાટ શિક્ષકો બીજી જુલાઈ થી સરકાર સામે આંદોલન છેડશે.જેમાં ગુજરાતમાંથી આચાર્યો જોડાશે. આ પહેલા પણ શિક્ષણ વિભાગ દ્વારા જુદાજુદા તબક્કે નિયમો બહાર લાવીશુંનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. પરંતુ પરિણામ શૂન્ય મળેલ છે. જેથી અત્યારે આચાર્ય લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે.
એચટાટ શિક્ષકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, બદલીએ માટેના નિયમો જાહેર થઈ શક્યા નથી. પરિણામે પોતાના વતન કે પોતાના પત્ની કે પતિ પાસે બદલી કરાવવા માટે ઇચ્છિત આચાર્યની બદલીઓ થઈ શકતી નથી. અને બદલીઓ અટકી પડી છે. આ નિયમો જાહેર કરવામાં આટલો વિલંબ કેમ? એક બાજુ તેજ કેડરના શિક્ષકોના નિયમ બે વાર બદલાઈ ચૂક્યા છે. તો બીજી બાજુ આચાર્યના નિયમોને લઈ કોકડું ગૂંચવાતું જોવા મળી રહ્યું છે. જેને લઈને હવે આચાર્યએ કમર કસી છે.
Recent Comments