શહેરોમાં રાતના ૧૧ થી સવારના ૬ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ
સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં ભારે ઘટાડો થઈ ગયો છે. જે અંતર્ગત રાજ્ય સરકારે ૮ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ લંબાવવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં તારીખ ૧૭ ઓગસ્ટથી ૨૮ ઓગસ્ટ સુધી ૮ શહેરોમાં રાતના ૧૧ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ લાગુ રહેશે. આ ૮ શહેરોમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, ગાંધીનગર, જુનાગઢનો સમાવેશ થાય છે.
ગુજરાતના ૮ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુની સમય મર્યાદા ૨૮ ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે. જ્યારે આ ૮ મહાનગરોમાં રાત્રે ૧૧ થી સવારે ૬ વાગે સુધી રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે. રાજ્ય સરકારે આ અગાઉ તારીખ ૧૭ ઓગસ્ટ સુધી રાત્રિ કર્ફ્યુ લંબાવ્યો હતો. ગુજરાતના ૮ મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, ભાવનગર, જામનગર, જુનાગઢમાંમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો છે. જેમાં રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રહેશે કર્ફ્યુ લાગુ રહેશે.
Recent Comments