ગુજરાતની પ્રથમ ૨૮ વર્ષીય યુવતી શ્વેતા પરમાર સ્કાયડ્રાઈવર બની
સ્પેનમાં ૨૯, દુબઇમાં ૩, રશિયામાં ૧૫ જમ્પ કર્યા
સ્પેનમાં ૨૯, દુબઇમાં ૩ અને રશિયામાં ૧૫ જમ્પ કરી ચુકેલી શ્વેતા પરમારને ૨૦૦ જમ્પ કરવાની ઈચ્છા છે, અને જાે સરકાર તરફથી મંજૂરી મળે તો કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી ઉડવાની અને કુદવાની તેની ઈચ્છા છે. હજારો ફૂટની ઊંચાઈ પરથી નજર નીચે કરતા ભલભલાને ચક્કર આવી જાય છે, ત્યારે ભલભલા વીર પુરુષો પણ થોડીક ઊંચાઈથી નીચે નજર કરતા થરથરી જાય છે. પરંતુ વડોદરાની યુવતીએ હજારો ફૂટનીં ઊંચાઈએ આકાશમાંથી કુદીને પુરુષોને પણ પાછળ પાડી દીધા છે.
ગુજરાતના લોકો રમત ગમત ક્ષેત્રે સાહસ નથી ખેડતા અને જાેખમી રમતોથી ખુબ જ દૂર રહે છે, આ મહેણું હવે આ ગુજરાતી દીકરીએ તોડી નાંખ્યું છે. વડોદરાની ૨૮ વર્ષીય યુવતી શ્વેતા પરમારએ આકાશમાં ઉડી, આકાશમાંથી હજારો ફૂટ ઊંચાઈએથી કૂદકો મારી આ સાહસ કરનાર પ્રથમ ગુજરાતી યુવતી તરીકેનો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.
૫ ફૂટ બે ઇંચની ઊંચાઈ અને ૪૨ કિલો વજન ધરાવતી આ ૨૮ વર્ષીય યુવતી શ્વેતા પરમાર (જીાઅ ઙ્ઘૈદૃીિ જીરુીંટ્ઠ ઁટ્ઠદ્બિટ્ઠિ)એ વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાંથી કોમર્સ ગ્રેજ્યુએટ કરી મ્મ્છ અને ત્યારપછી સ્મ્છ કર્યું છે. ત્યારબાદ તેણે સુરતમાં એક ફાયનાન્સ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરી, પરંતુ ત્યારબાદ નોકરી કરવાને બદલે પોતાનો ધંધો શરૂ કરવાનું નક્કી કરી નોકરી છોડી દીધી હતી. પોતાના નાના ભાઈ સાથે ડિઝીટલ માર્કેટિંગ કંપની શરૂ કરી હતી. ધંધો તો શરૂ કરી દીધો અને સારી કમાણી પણ કરવા લાગી, પરંતુ કંઈક તેને સાહસિક કરવું હતું અને તેના સપનાને પાંખો ૨૦૧૬માં મળી હતી.
વર્ષ ૨૦૧૬માં મહેસાણામાં આયોજિત સ્કાય સ્કાઈ ડાઈવિંગના કેમ્પમાં ભાગ લેવા માટેની ફેસબુક પર એક એડવર્ટાઇઝ આવી હતી. મહેસાણામાં આયોજિત કેમ્પમાં પહોંચેલી શ્વેતા પરમાર (જીાઅ ઙ્ઘૈદૃીિ જીરુીંટ્ઠ ઁટ્ઠદ્બિટ્ઠિ)એ રૂપિયા ૩૫ હજારમાં ૧૦ હજાર ફૂટની ઊંચાઈએથી પહેલો જમ્પ માર્યો અને પછી નક્કી કર્યું કે હવે આ ફિલ્ડમાં આગળ વધવું છે.
ઇન્ટરનેટ પર વધુ અભ્યાસ કર્યો કે સૌથી વધુ સલામત સ્કાય ડાઇવિંગની તાલીમ ક્યાં આપવામાં આવે છે. સ્પેનમાં સલામત અને યોગ્ય તાલીમ મળતી હોવાના રીવ્યુ મળ્યા બાદ ડિસેમ્બર ૨૦૧૮માં શ્વેતા સ્પેન ગઈ અને શરૂ થઈ હવામાં ઉડવાની અને જમ્પ મારવાની જટિલ તાલીમ મેળવવાનું શરૂ કર્યું. પ્રથમ જમ્પમાં તે ઇજાગ્રસ્ત બની હતી, હાથ પગમાં ઇજા થવા છતાં તે ગભરાઈ નહીં અને તાલીમ તથા ઉડાન ચાલુ રાખી અને ૨૯ જેટલા જમ્પ મારી તેને સ્કાય ડાઈવરનું લાયસન્સ મેળવવામાં સફળતા મેળવી હતી.
Recent Comments