fbpx
ગુજરાત

ગુજરાતનું પ્રથમ બજેટ 1960માં રજૂ કરાયું ત્યારે 114.92 કરોડનું હતુ, જાણો અજાણી વાતો

આજે ગુજરાતનું બજેટ રજૂ થવા જઇ રહ્યું છે. નાણા મંત્રી કનુ દેસાઇ દ્વારા પ્રથમ વખત બજેટ રજૂ કરાશે. આ પહેલા જે બજેટ રજૂ કરવામાં આવ્યું અને પહેલું બજેટ ક્યારે રજૂ થયું હતું અને એ સમયે કેટલું કદ હતું વગેરે બાબતોથી અવગત થવું પણ જરૂરી છે.

આજથી 22 સપ્ટેમ્બર 1960નું પહેલું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જીવરાજ મહેતાના સમયમાં આ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે એ વિશે વધુ ખ્યાલ પણ લોકોને બજેટના મહત્વ વિશે અત્યાર જેટલો નહતો. આ ઉપરાંત કામચલાઉ વિધાનસભા અમદાવાદથી રજૂ થઈ હતી જ્યારે અત્યારે ગાંધીનગરમાં વિધાનસભાથી આ બજેટ  રજૂ થવા જઈ રહ્યું છે. આજે કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે પરંતુ જીવરાજ  મહેતા દ્વારા પહેલુ બજેટ રજૂ કરાયું હતું.

પહેલા બજેટમાં જે મહેસૂલી આવક હતી તેમાં અત્યાર અને પછીમાં જમીન આસમાનનાે ફર્ક છે કેમ કે, 54.25 કરાેડ મહેસુલી આવક પહેલા બજેટ સમયે હતી. 58.12 કરોડ પહેલા બજેટનો ખર્ચ હતો એ પણ વાતના ભૂલવી જોઇએ, 2,27,028 કરોડનું બજેટ ગત વખતે રજૂ કરવામાં આવ્યુ હતું. 3 વાર લોકસભામાં બજેટ રજૂ કરાયું છે. રાષ્ટ્રપતિ શાસન હોવાથી આ રીતે લાગુ કરાયું હતું બજેટ. આ ઉપરાંત 20 અંદાજપત્ર લેખાનુદાન રુપે રજૂ થયા હતા.  

પહેલા બજેટ વિશે જાણવા જેવું

22 સપ્ટે. 1960નું પહેલું બજેટ હતું. 
કામચલાઉ વિધાનસભા અમદાવાદથી રજૂ થઈ હતી
જીવરાજ  મહેતા દ્વારા પહેલુ બજેટ રજૂ કરાયું હતું. 
54.25 કરોડ મહેસુલી આવક પહેલા બજેટ સમયે હતી. 
58.12 કરોડ પહેલા બજેટનાે ખર્ચ હતાે.
3 વાર લોકસભામાં બજેટ રજૂ કરાયું છે
રાષ્ટ્રપતિ શાસન હોવાથી આ રીતે લાગું કરાયું હતું બજેટ
20 અંદાજપત્ર લેખાનુદાન રુપે રજૂ થયા હતા 
55 સામાન્ય, 20 બજેટ વચગાળાના હતા

Follow Me:

Related Posts