ગુજરાતનું સહકારી નેતૃત્વ સમગ્ર દેશ માટે પ્રેરણાસ્ત્રોત્ર–ગુલાબચંદ કટારીયા
ગુજરાતનું સહકારી માળખુ અને તેનુ નેતૃત્વ સમગ્ર દેશ માટે પ્રેરક હોવાનું અને તેનું માર્ગદર્શન ખેતિ અને ખેડૂતને ઉપયોગી હોવાનું આજે આસામાના પાટનગર ગોહાટી ખાતે રાજયપાલ સાથેની શુભેચ્છા મૂલાકાત વેળા ગુલાબચંદ કટારીયાએ જણાવેલ. સહકારી ક્ષેત્રના અભ્યાસ અર્થે અમરેલી જીલ્લાની પ્રમુખ સહકારી સંસ્થાઓનું ઓડ ઓફ ડીરેક્ટર્સ પ્રતિનિભિ મંડળ આસામના પ્રવાસે છે તે વેળા આસામની રાજધાની ગોહાટી ખાતે રાજભવનમાં અમરેલી જીલ્લા સહકારી બેંક, અમરેલી જીલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ(અમર ડેરી) અમરેલી જીલ્લા સહકારી ખરીદ–વેંચાણ સંઘ અને અમરેલી જીલ્લા સહકારી સંઘના બોડ ઓફ ડીરેક્ટર્સસહિત સહકારી પ્રતિનિધિ મંડળએ મહામીહમ રાજયપાલ ગુલાબચંદ કટારીયા સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી તેમ જ ગુજરાતમાં ચાલતી સહકારી પ્રવૃતીઓ અંગેની માહિતી આપવામાં આવેલ.
ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણી દ્રારા ભારત સરકાર દ્રારા ચાલ કરવામા આવેલ સહકાર મંત્રાલય અંગેની માહિતી અને ઈફકો દ્રારા નેનો યુરીયા માટેની માહિતી પુરી પાડવામા આવી હતી. રાજયપાલ સાથેની આ મૂલાકાત ખુબ જ સકારાત્મક રહી હતી આ તકે અશ્વિનભાઈ સાવલીયા, ગીતાબેન સંઘાણી, જેન્તીભાઈ પાનસુરીયા, યુવા અગ્રણી મનિષ સંઘાણી સહિત જીલ્લાની સહકારી સંસ્થાઓના ડીરેકટરો ઉપસ્થિત રહયા હોવાનું અખબારી યાદીમા જણાવાયેલ છે.
Recent Comments