ગુજરાતમાં કોરોના કેસોનો વધતાં રેમડેસિવિરની અછત સર્જાઈ છે. અને હાલ રેમડેસિવિર માટે કકળાટ ચાલી રહ્યો છે. આ વચ્ચે જ એક મોટા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્રની મોદી સરકારે ગુજરાતને ૧,૬૩,૫૦૦ રેમડેસિવિર ઈન્જેક્શન આપવાનો મોટો ર્નિણય કર્યો છે. આગામી ૧૦ દિવસમાં ઈન્જેક્શનનો આ જથ્થો ગુજરાતને મળશે.
દેશભરમાં કોરોનાએ કહેર મચાવતાં કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને રેમડેસિવિર ઈન્જેક્શનની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ગુજરાતને આગામી ૧૦ દિવસ સુધી એટલે કે ૩૦ એપ્રિલ સુધી ૧,૬૩,૫૦૦ રેમડેસિવિર ઈન્જેક્શન આપશે. અને તેમાંથી ૧,૨૦,૦૦૦ ઈન્જેક્શન અમદાવાદની જ કંપની ઝાયડસના હશે. કેન્દ્ર સરકારે દેશનાં ૧૯ રાજ્યમાં આગામી ૧૦ દિવસ માટે રેમડેસિવિરની વહેંચણી કરવાની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના કેસોમાં સતત વધારો થયો હોવાને કારણે રેમડેસિવિરની બૂમરાણ ઉઠી છે. લોકો ઈન્જેક્શન ખરીદવા માટે રઝળપાટ કરી રહ્યા છે. એટલું જ નહીં પણ ઊંચી કિંમત આપીને કાળાબજારીઓ પાસેથી રેમડેસિવિર ઈન્જેક્શન ખરીદવામાં આવી રહ્યા છે. તેવામાં કેન્દ્ર સરકારના આ ર્નિણયથી અનેક ગુજરાતીઓને રાહત મળશે.
Recent Comments