ગુજરાત

ગુજરાતનો ઉદ્યાેગની દ્રષ્ટીએ નંબર ઘટ્યાે છે. 2 નંબર પર હતુ ઉદ્યોગોમાં આગળ, ઉદ્યોગોમાં પાછળ વિધાનસભામાં કોગ્રેસે ઉઠાવ્યા સવાલો


વિધાનસભા ગૃહની અંદર કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા કેટલાક મુદ્દે કોંગ્રેસ દ્નારા સકરારને ઘેરવાના પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે આ વખતે કોંગ્રેસ ગાંધીનગરના ધારાસભ્ય સી.જે. ચાવડાએ મહત્વની વાત ગૃહમાં રજૂ કરી હતી. સી.જે. ચાવડાએ કહ્યું હતું કે, ગુજરાતનો ઉદ્યાેગની દ્રષ્ટીએ નંબર ઘટ્યાે છે. 2 નંબરથી ચાેથા નંબરે ગુજરાત અત્યારે ઉદ્યોગોમાં પાછળ આવ્યું છે. 

કોંગ્રેસના સમયમાં 162 જીઆઈડીસી હતી રાજ્ય સરકારે 27 વર્ષના 119 જીઆઈડીસી બનાવી છે. રાજ્યમાં 109 તાલુકામાં આજે પણ જીઆઈડીસી નથી. કચ્છમા અગરીયાનો ઉદ્યોગ છીનવી લેવાયા છે અને મોટી કંપનીઓને જમીન આપી દેવામાં આવી છે. 

કોગ્રેસના દંડકે કહ્યું કે, કોગ્રેસના સમયમાં જીઆઈડીસી વધુ હતી. તેવા આક્ષેપો સી.જે. ચાવડા દ્વારા કરવામાં આવ્યા હતા. વિધાનસભા ગૃપમાં કોંગ્રેસ દ્વારા આ ઉપરાંત પણ કેટલાક પ્રશ્નાેતરી કાળને લઈને અગાઉ સરકારા પર કટાક્ષ કરવામાં આવ્યા છે આ સાથે સાથે સરકારે પણ ખુલાસાઓ કરવા પડયા છે. ગૃહની કાર્યવાહીમાં જીઆઈડીસી ઓછી હોવાથી આજીવિકા પણ ઓછી જોવા મળે છે.  
આ ઉપરાંત આજે કોગ્રેસ દ્વારા ગુજરાતમાં દારુબંધી મામલે પણ હોબાળો મચાવવામાં આવ્યો હતાે. ગુજરાતમાં દારુ ખુલ્લેઆમ મળી રહયો હોવાનું કહયું હતું.

Related Posts