ભાવનગર

ગુજરાતમાંથી એક માત્ર વાળુકડની વિદ્યાર્થિની યુરોપમાં હેન્ડબોલ સ્પર્ધામાં ભાગ લેશે

ભાવનગર જિલ્લાની ગૌરવરૂપ સંસ્થા લોકવિદ્યાલય વાળુકડની વિદ્યાર્થિની કુમારી દયા ઝાપડિયા યુરોપમાં હેન્ડબોલની વિશ્વ સ્પર્ધામાં ભાગ લેશે.
આગામી તારીખ ૩૦ જુલાઈથી ૧૦ ઓગષ્ટ દરમિયાન આ વિશ્વ સ્પર્ધા યોજાયેલ છે. ધોરણ ૧૨માં અભ્યાસ કરતી આ વિદ્યાર્થિની ગુજરાતમાંથી એક માત્ર ખેલાડી છે, જે યુરોપમાં નોર્થ મેકેડોનિયા પ્રાંતમાં સ્કોપજે ખાતે ભારતીય ટુકડી સાથે રમશે.

Related Posts