ગુજરાતમાં આઈએસઆઈએસની ગતિવિધિઓ પર તપાસ શરૂ : ૪ લોકોની અટકાયત
ગુજરાતમાં આઈએસઆઈએસના તાર જાેડાયેલા હોવાના પુરાવા એનઆઈએ અને સેન્ટ્રલ આઈબીને મળ્યા હતા. જે માટે સેન્ટ્રલ એજન્સીઓના ધાડા અમદાવાદ સુરત સહિત ચાર જગ્યાએ સર્ચમાં ઉતર્યા હતા. ગુજરાતમાં આતંકી સગઠનના સ્પોર્ટર હોવાની માહિતીના આધારે એટીએસ પણ જાેડાઈ અને ત્રણ શકમંદને ઉઠાવી લીધા હતા. ગુજરાતમાં એના એક દ્વારા કરવામાં આવેલી તપાસના અંતે હજી કેટલી ખૂટતી કડીઓ સામે આવી રહી છે. અમદાવાદમાંથી એક મૌલાના સહિત ત્રણ જણની અટકાયત કર્યા દરમિયાન આ શખ્સો બધા સોશિયલ મીડિયાની ટેલિગ્રામ ચેનલમાં જાેડાયા હતા.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ટેલિગ્રામ પર ઇસ્લામ અને અન્ય ધાર્મિક લાગણી દુભાવે તેવા લખાણો અન્ય ભાષામાં લખાતા હતા. તેવા લખાણો શોધી કાઢવા માટે અરબી માંથી ઉર્દુમાં ભાષાંતર કરવાની જરૂર હતી. અમદાવાદના મૌલાના સહિત અન્ય બે શખસો કે જે બંને ભાષાના જાણકાર હતા તેઓ ઉત્સુકતાથી પ્રેરાઈને આ ટેલિગ્રામ ચેનલમાં જાેડાયા હતા. ગુજરાતમાં આઈએસઆઈ સપોર્ટ કરતાં આ ચેનલમાં આતંકવાદી ગતિવિધિના લોકો પણ હોવાની વિગતો સામે આવ્યા બાદ આ ગ્રુપ મેમ્બરમાં આ ત્રણેય લોકો પણ સામેલ હતા.
જેથી તેમની અટકાયત કરીને હાલ ગુજરાત એટીએસની કચેરીમાં લાવવામાં આવ્યાં હતા. આ સમગ્ર મામલે એટીએસના દીપેન ભદ્રનને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, આ તપાસ એનઆઈએની છે અને એના એ જ આમાં ઇન્વેસ્ટિગેશન કરી રહી છે.સમગ્ર દેશમાં હાલ એનઆઈએ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને કારણે સુરક્ષા તંત્ર હાઈ એલર્ટ પર છે. ગુજરાતના કેટલા આઈએસઆઈએસ આતંકવાદી સંગઠન સાથે જાેડાયા છે તેની તપાસ આરંભી હતી. જેની મદદમાં ગુજરાત એટીએસ પણ જાેડાઈ છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી, પ્રમાણે ગુજરાતના બે મૌલાના ઇસ્લામ વિરોધી લખાણ લખનાર લોકોને ખુલ્લા પાડવા માટે ચાલતી ટેલિગ્રામની ચેનલમાં જાેડાયા હતા. જેમાં અરબીમાંથી ઉર્દુ ટ્રાન્સલેશન કરીને મદદ કરવા માટે જરૂરિયાત હતી. ગુજરાતના બે મોલાના અરબી ભાષાના અને ઉર્દુ ભાષાના જાણકાર હતા જેથી તેઓ એમાં જાેડાયા હતા. આ સમગ્ર હકીકત બહાર આવી છે, પરંતુ એનઆઈએને હજી મહત્વના પુરાવા મળ્યા ન હોવાથી તેઓ વધુ તપાસ માટે ગુજરાત આવી શકે છે. હાલ પકડાયેલા ત્રણેય શખ્સોને ગુજરાત એટીએસમાં રાખવામાં આવ્યા છે.
Recent Comments