ગુજરાત

ગુજરાતમાં આગામી ૨૪ કલાકમાં આ વિસ્તારોમાં માવઠું : હવામાન વિભાગની આગાહી

વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ગાજવીજ અને ભારે પવન સાથે સામાન્ય વરસાદ થય રહ્યો છે. હજી પણ આગામી ૨૪ કલાક સામાન્ય વરસાદની આગાહી યથાવત છે. ૨૪ કલાક બાદ ફરી મહત્તમ તાપમાન વધવાનું શરુ થશે અને ધીમે ધીમે ૨ થી ૩ ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનના કારણે વાતાવરણમાં પલટો જાેવા મળી રહ્યો છે. આગામી ૨૪ કલાક વાતાવરણ યથાવત રહેશે.

ઉતર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત, સૌરાષ્ટ અને ક્ચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આગાહી કરતા તેમણે જણાવ્યુ કે, સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ, ગાધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવ, કચ્છમાં ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. વીજળીના ચમકારા સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદની આગાહી છે.

આજે અમદાવાદ શહેરમાં પણ વાદળછાયું વાતાવરણ જાેવા મળ્યુ છે. સામાન્ય વરસાદી છાંટા પડ્યા હતા. અમદાવાદ શહેરમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમાં ૈॅઙ્મ રમાવાની છે. ૩૧ માર્ચના ૈॅઙ્મ રમાશે. જાેકે ૩૧ માર્ચ દરમિયાન વરસાદ થવાની શક્યતા નહીવત છે.

વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વારંવાર માવઠુ થય રહ્યુ છે. આ માવઠુ પીછો છોડે તેની રાહ જાેઈએ રહ્યા છે. કારણ કે કૃષિ પાકને નુકસાન થય રહ્યુ છે. અને ડબલ ઋતુની અસર લોકોના સ્વાથ્ય પડી રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ માર્ચના એન્ડમાં પણ માવઠું થવાની આગાહી પહેલા જ કરી દીધી હતી. અત્યારે માવઠું પણ થઈ રહ્યું છે ત્યારે આ માવઠા પછી પણ એપ્રિલના પહેલા સપ્તાહમાં વાતાવરણ પલટો આવવાનું અનુમાન કર્યું છે.

Related Posts