હવામાન વિભાગની આગાહી ક્યારેક ક્યારેક તો મુશ્કેલીમાં પાડી દે તેવી આગાહી કરી છે. હાલમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રીય ના હોવાથી, આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સાવર્ત્રિક વરસાદની કોઈ સંભાવના નથી. જાે કે, રાજ્યના કેટલાક સ્થળે ભારે વરસાદી ઝાપટું પડી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટા છવાયા વરસાદની આગાહી કરાઈ છે. આજે સોમવાર સવાર સુધીમાં, વર્તમાન ચોમાસામા અત્યાર સુધી ૯૩ ટકા જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ૧૫ મી ઓગસ્ટે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વાતાવરણ વાદળછાયું રહેશે.
ગુજરાતમાં આગામી ૫ દિવસ છૂટા છવાયા વરસાદની આગાહી

Recent Comments