ગુજરાતમાં 25મી મેથી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતની અંદર 25મી મેથી હળવા વરસાદ ની શક્યતા છે મેના પહેલા અઠવાડિયામાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ની અંદર કેટલાક વિસ્તારની અંદર વરસાદ થાય તેવી શક્યતા છે. 15 જુનમાં વરસાદ એટલે કે ચોમાસું બેસી જવાની શક્યતા રહેલી છે. ગુજરાતમાં આગામી સમયમાં ઝડપી ચોમાસુ બેસે તેવી શક્યતાઓ છે. જળાશયો સુકાઈ રહ્યા છે ત્યારે પ્રિ-મોન્સૂન શરૂ થઈ રહ્યું છે. પવનની દિશા બદલાઇ રહી છે. તેના કારણે ગરમીથી આંશિક રાહત મળે તેવી શક્યતા છ. કેમકે કમોસમી વરસાદ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં થઈ શકે છે. વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ રહેલી છે. નૈઋત્યનું ચોમાસું જે રીતે આગળ વધી રહ્યું છે. ત્યારે પાંચ દિવસ પહેલા જ કેરળમાં ચોમાસુ બેસે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જૂનના બીજા સપ્તાહમાં ગુજરાતની અંદર ચોમાસું આવી પહોંચે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પ્રિ મોનસુન એક્ટીવ થતાની સાથે જ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી શકે છે. નર્મદા, સુરત, તાપીમાં વરસાદ પડી શકે તેવું અનુમાન હવામાન વિભાગ નું લગાવવામાં આવ્યું છે. 25મી મેના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ આ કમોસમી વરસાદ હશે. જો કે ગરમીની વાત કરીએ તો કાળઝાળ ગરમી પડી રહી છે તેમાં આંશિક રાહત મળશે મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે જેના કારણે ઉકળાટની સ્થિતિથી પણ સર્જાય તેવી શક્યતાઓ રહેલી છે.
ગુજરાતમાં આગામી 25મી મેથી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી, જૂનના બીજા સપ્તાહમાં ચોમાસુ બેસશે

Recent Comments