fbpx
ગુજરાત

ગુજરાતમાં એક દિવસમાં કોરોનાના નવા ૧૧ દર્દીઓરાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૨૩ થઇ ગઇસૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં નોંધાયા

અમદાવાદ,દેશમાં આવેલા કોરોનાના નવા વેરિઅન્ટે ચિંતા ઉપજાવી છે. ગુજરાતમાં એક દિવસમાં કોરોનાના નવા ૧૧ દર્દીઓ સામે આવ્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૨૩ થઇ ગઇ છે. આ તમામ કોરોનાના કેસ અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં નોંધાયા છે. એક દિવસમાં કોરોનાના નવા દર્દીઓ નોંધાવવા મામલે ગુજરાત દેશમાં ચોથા નંબરે છે. કોરોનાનો નવો વેરિયન્ટ સામે આવ્યા બાદ કેસના કેસની રફતાર વધી ગઇ છે. એક જ દિવસમાં કોરોનાના ૧૧ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. હાલ તમામ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે.

તમામના જીનોમ સિક્વસન્સ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા છે. કોરોનાનો નવો વેરિયન્ટ સામે આવ્યા બાદ કેસના કેસની રફતાર વધી ગઇ છે.સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં નોંધાયા છે. નવરંગપુરા, સરખેજ અને નારણપુરામાં નવા કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર સતર્ક થઈ ગયું છે. લોકોને બહાર નીકળતા સમયે માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. તો કોવિડના નિયમોનું પાલન કરવાની સૂચના અપાઈ છે. ભાવનગર જિલ્લામાંસાવચેતીના ભાગરૂપે સર.ટી હોસ્પિટલમાં કોરોના માટે વોર્ડ ઉભો કરી દેવાયો છે. જરૂરી બેડ, વેન્ટિલેટર, દવાઓ અને ઓક્સિજન પ્લાન્ટ સહિતના સાધન તૈયાર રખાયા છે. જામનગરની જીજી હોસ્પિટલ પણ કોરોના સામે લડવા તૈયાર છે. જે માટે સિવિલ હોસ્પિટલમાં ૫૦ બેડનો વોર્ડ તૈયાર કરાયો છે.

Follow Me:

Related Posts