fbpx
ગુજરાત

ગુજરાતમાં એક સપ્તાહમાં પોઝિટીવિટી રેટ ૪ ગણો વધ્યો

રાજ્યમાં કોરોના સંક્રમણ તીવ્ર ગતિએ વધી રહ્યું છે જેના કારણે માત્ર ૭ દિવસમાં જ કોરોના પોઝિટિવિટી રેટ ૨.૪૦ ટકાથી ચાર ગણો વધીને ૮.૩૧ ટકાએ પહોંચી ગયો છે. જાન્યુઆરીની શરૂઆતથી જ સંક્રમણમાં ભારે વધારો જાેવા મળ્યો છે. સરકાર દ્વારા ટેસ્ટની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરાયો નહીં હોવા છતાં પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે. રાજ્યમાં ૪ જાન્યુઆરીએ ૭૨,૯૧૮ ટેસ્ટ થયા હતા જેની સામે ૨૨૬૫ પોઝિટિવ કેસ આવ્યા હતા અને એ દિવસે પોઝિટિવ રેટ ૨.૪૦ ટકા નોંધાયો હતો. આ ટેસ્ટમાં ઘટાડો કરીને ૮મી જાન્યુઆરીએ ૬૭,૯૬૪ ટેસ્ટ કરાયા હતા જેની સામે ૫૬૭૭ કેસ નોંધાયા હતા અનેપોઝિટિવ રેટ ૮.૩૫ ટકા થઇ ગયો હતો. ૯મી જાન્યુઆરીએ ટેસ્ટ વધારીને ૯૧૧૬૭ કરાયા હતા જેની સામે ૬૨૭૫ કેસ મળતા પોઝિટિવ રેટમાં ઘટાડો થઇને ૬.૮૮ ટકા થયો હતો પરંતુ ૯મીની સરખામણીએ ૧૦મી જાન્યુઆરીએ ૧૭,૭૮૯ ટેસ્ટ ઓછા કરાયા હતા. ૧૦મીએ કુલ ૭૩૩૭૮ ટેસ્ટ કરાયા હતા જેની સામે ૬૦૯૭ પોઝિટિવ કેસ નોંધાતા પોઝિટિવ રેટ માં પોણા બે ટકા જેટલો વધારો થયો હતો. ૪થી ૧૦ જાન્યુઆરી સુધીમાં ટેસ્ટમાં નોંધપાત્ર વધારો નહીં થવા છતાં એક્ટીવ કેસ ૭૮૮૧થી વધીને ૩૨,૪૬૯ સુધી પહોંચી ગયા છે.

આ સાત દિવસમાં મહત્તમ ૯૧,૧૬૭ ટેસ્ટ અને ઓછામાં ઓછા ૬૭૯૬૪ ટેસ્ટ થયા હતા. રાજ્યમાં ૧૫થી ૧૮ વર્ષના બાળકોને ૩ જાન્યુઆરીથી રસીકરણની શરૂઆત કરાઇ હતી. અત્યાર સુધીમાં ૫૪.૩ ટકા એટલે કે ૧૯.૩૦ લાખ બાળકોને રસીકરણમાં આવરી લેવામાં આવ્યા છે હવે ૧૬.૨૭ લાખ બાળકો બાકી રહ્યા છે. જ્યારે પ્રિકોશન ડોઝની પાત્રતા ધરાવતા ૧૫.૧ ટકા એલે કે ૧.૫૮ લાખ લોકોને એક જ દિવસમાં પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યના કુલ ૨૪૮ તાલુકા પૈકી ૭૦ તાલુકામાં ૯૦ ટકાથી ઓછું રસીકરણ થયું છે જેમાં પાટણના ૯, સુરેન્દ્રનગરના ૭ અને છોટાઉદેપુરના ૬ તાલુકાનો સમાવેશ થાય છે. રાજ્યમાં કોવીશીલ્ડના ૩૪.૮૨ લાખ અને કોવેક્સિનના ૧૨.૫૩ લાખ ડોઝ છે. રાજ્યમાં કોરોનાની રસીનો પ્રથમ ડોઝ ન લીધો હોય તેવા ૧૫.૩૩ લાખ લોકો અને બીજાે ડોઝ ન લીધો હોય તેવા ૨૬ લાખ લોકો છે. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ ૯.૫૩ લાખ લોકોએ બીજાે ડોઝ લીધો નથી. પ્રથમ ડોઝમાં અમદાવાદ જિલ્લો ૧૧૩.૪%થી રાજ્યમાં પ્રથમ છે જ્યારે કોર્પોરેશનમાં ગાંધીનગર ૧૩૧.૫% સાથે મોખરે છે.

Follow Me:

Related Posts