fbpx
ગુજરાત

ગુજરાતમાં કોરોનાના કેસમાં આટલો મોટો થયો ઘટાડો, છેલ્લા ૨૪ કલાકમાં માત્ર આટલા જ કેસ!

ગુજરાતમાં કોરોના કેસના દૈનિક આંકડો દિવસે-દિવસે ઘટી રહ્યો છે. ત્યારે આજે નવા કેસમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. આજે સાંજે ૫ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૫૫ કેસ સામે આવ્યાં છે. જ્યારે વધુ ૨૫૦ દર્દીઓ સારવાર બાદ સાજા થઈ જતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. હાલ રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ ૯૯.૦૪ ટકા પર પહોંચ્યો છે. હાલ રાજ્યમાં કોરોનાના કુલ ૧૩૦૧ એક્ટિવ કેસ છે. જે પૈકી ૭ દર્દીઓની તબિયત નાજુક જણાતા તેઓની વેન્ટિલેટર હેઠળ સારવાર ચાલી રહી છે. જ્યારે અન્ય ૧૨૯૪ દર્દીઓની હાલત સ્થિર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સ્વાસ્થ્ય વિભાગના આંકડા અનુસાર, નવા નોંધાયેલા ૧૫૫ કેસ પૈકી સૌથી વધુ ૫૧ સંક્રમિતો તો એકલા અમદાવાદમાંથી જ સામે આવ્યાં છે. આ સિવાય સુરત જિલ્લામાં ૨૩, વડોદરામાં ૨૮, રાજકોટ અને મહેસાણા જિલ્લામાં ૯-૯, વલસાડ જિલ્લામાં ૬ તેમજ ભરૂચ જિલ્લામાં ૫ નવા કેસ નોંધાયા છે.

Follow Me:

Related Posts