ગુજરાતમાં કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. ૨૧ એપ્રિલે ગુજરાતમાં નવા ૩૩૧ કોરોનો કેસ નોંધાયા છે. આજે કોરોના કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. આજે ૩૭૬ દર્દીઓ કોરાનાથી સાજા થયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોવિડ ૧૯થી સાજા થવાનો દર ૯૮.૯૯ ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત નીચે મુજબ છે. આજે કોરોનાના એક્ટિવ કેસનો આંકડો ૧૯૯૭ પર પહોંચ્યો છે. જેમાંથી ૫ દર્દીઓ વેન્ટીલેટર પર છે અને ૧૯૯૨ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧૨૭૫૭૧૪ લોકો ડીસ્ચાર્જ થઈ ચૂક્યા છે. જ્યારે ૧૧૦૭૨ લોકો કોરોના સામે જંગ હારી ગયા છે. રાજ્યમાં આજે નોંધાયેલા કોવિડ ૧૯ના કેસની વિગત મુજબ આજે અમદાવાદમાં ૯૮, સુરતમાં ૨૮, વડોદરામાં ૨૮, મહેસાણામાં ૨૯, સુરત જિલ્લામાં ૨૪, પાટણમાં ૨૦, વડોદરા જિલ્લામાં ૧૨, ગાંધીનગરમાં ૯, સાબરકાંઠામાં ૯, ભરુચમાં ૮, મોરબીમાં ૭, ગીર સોમનાથમાં ૬, સુરેન્દ્રનગરમાં ૬, ગાંધીનગર જિલ્લામાં ૬, આણંદમાં ૪, બનાસકાંઠામાં ૪, પોરબંદરમાં ૪, રાજકોટમાં ૪, અમદાવાદ જિલ્લામાં ૨, ખેડામાં ૨, કચ્છમાં ૨, નવસારીમાં ૨, પંચમહાલમાં ૨, રાજકોટ જિલ્લામાં ૨, ભાવનગરમાં ૧, બોટાદમાં ૧ અને જામનગરમાં ૧ કેસ નોંધાયો છે. કોવિડના વધતા કેસો વચ્ચે કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે ૮ રાજ્યોને પત્ર લખ્યો છે. તેમણે સર્વેલન્સ વધારવા, ૈંન્ૈં અને જીછઇૈં દર્દીઓ પર નજર રાખવા, પર્યાપ્ત સંખ્યામાં પરીક્ષણ કરવા, જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવેલા સેમ્પલની તપાસ કરવા અને હોસ્પિટલ ઈન્ફ્રા સુધારવા માટે સૂચનો આપ્યા છે.
ગુજરાતમાં કોરોનાનો હાહાકાર મચ્યો; અમદાવાદમાં સૌથી વધુ કેસ,




















Recent Comments