ગુજરાતની ચૂંટણીનું સુકાન રાહુલ ગાંધી સંભાળશે કેમ કે, અગાઉ ઉત્તર પ્રદેશની અંદર ચૂંટણીનું સુકાન રાહુલને બદલ પ્રિયંકા ગાંધીને આપવામાં આવ્યું હતું ત્યારે આ વખતે રાહુલ ગાંધી ગુજારતની ધુરા સંભાળશે. જો કે, પુરા કોંગ્રેસની આ જવાબદારી છે. જેમાં પ્રિયંકા ગાંધીનો પણ આગામી સમયમાં ગુજરાત પ્રવાસ છે જેઓ મહિલા સંમેલનને સંબોધશે. પ્રિયંકા જાહેરસભા સંબોધશે. જો કે, ઉત્તર પ્રદેશની ચૂંટણીઓમાં કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને સુકાન આપવાનો પ્રયોગ કર્યો હતો. જેથી પ્રિયંકાની માંગ ચૂંટણીમાં સ્થાનિક સ્તરે નેતાઓ કરી રહ્યા છે. જેથી હવે ગુજરાતમાં તમામ ચૂંટણી લક્ષી નિર્ણયો રાહુલ ગાંધી દ્વારા જ લેવામાં આવશે. ખાસ કરીને ગુજરાતની અંદર રાહુલ ગાંધીની સાથે કેટલાક નેતાઓ પ્રિયંકા ગાંધીનો પણ આગ્રહ રાખી રહ્યા છે. જેથી કોંગ્રેસ હાલમાં કોઈ પ્રયોગ ગુજરાતમાં કરવા માંગતી નથી.
કોંગ્રેસની ચિંતન શિબિરમાં કેટલાક નિર્ણયો હતા તે મહત્વના લેવામાં આવ્યા છે. જેમાં વિધાનસભાની ચૂંટણીઓ પર રાજ્યોમાં ફોકસ કરવામાં આવે તે પ્રકારનો ભાર મુકવામાં આવ્યો છે. સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વિશેષરુપે આગામી સમયમાં રણનીતી બનાવવામાં આવશે.
Recent Comments