ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 77 તાલુકામાં મેઘમહેર, સુરત અને તાપીમાં ધોધમાર વરસાદ વરસ્યો
ગુજરાતમાં આઠમા નોરતે ભારે વરસાદ વરસ્યો હતો. મેઘરાજાની સવારી છેલ્લા 24 કલાકમાં કુલ 77 તાલુકામાં પહોંચી હતી. સૌથી વધુ વરસાદ તાપી અને સુરત જિલ્લામાં ખાબક્યો હતો. જેના કારણે ગરબા રમવા નીકળેલા ખેલૈયાઓ ભારે નિરાશ થયા હતા. જાણો ક્યાં તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો હતો.ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 77 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ તાપીના વલોડમાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. 7 તાલુકામાં 2 ઈંચથી વધુ જ્યારે 17 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં સામાન્યથી 1 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદ થઇ શકે છે. વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદામાં અનેક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, જૂનાગઢ, પોરબંદર, બોટાદમાં અમુક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
Recent Comments