ગુજરાતમાં જૂની પેન્શન યોજના શરૂ કરવા શિક્ષકોએ કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો
ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા જૂની પેંશન યોજના શરૂ કરવા માટે ક્રમશ આંદોલન શરૂ કરવાની યોજના બનાવવામાં આવી છે. જેના ભાગ રૂપે આજે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષકોએ કાળી પટ્ટી બાંધી વિરોધનો કર્યો હતો. આ વિરોધમાં સ્કૂલના સમય કરતાં શિક્ષકો ૧૫ મિનિટ વહેલા આવ્યા હતા અને સ્કૂલમાં આવીને હાથ પર કાળી પટ્ટી ધારણ કરી હતી.
આ બાદ ૨ મિનિટનું મૌન પણ ધારણ કર્યું હતું અને આ બાદ જૂની પેંશન યીજના શરૂ કરવા તથા સંગઠનને લગત સુત્રોચાર કર્યા હતા. જે બાદ ફોટા પાડીને સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કર્યા છે.અમડાવડ સહિત રાજ્યભરના શિક્ષકોએ આજે વિરોધ કર્યો હતો.અગાઉ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા આ મામલે રજુઆત કરવામાં આવી છે,અનેક રજૂઆત કર્યા છતાં કોઈ નિવારણ ના આવતા હવે કાળી પેટ્ટી બાંધી શિક્ષકો વિરોધ શરૂ કર્યો છે.હજુ અલગ આલગ કાર્યક્રમ કરવામાં આવશે.
Recent Comments