ગુજરાતમાં સરકારી ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં નિદાન થયેલા દર્દીની નોંધણી શરૃ કરાઈ છે, આ કામગીરી હેઠળ ૧૮મી સપ્ટેમ્બરે જ ૯૪૪ ટી.બી.ના કેસની નોંધણી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા આગામી વર્ષ ૨૦૨૫માં ટીબી રોગ નાબૂદી માટે ટાર્ગેટ આપવામાં આવ્યો છે, તબીબો કહે છે કે, ટીબી રોગ મુખ્યત્વે ફેફસાંને અસર કરે છે.ગુજરાતમાં ટી.બી.ના દર્દીઓને શોધીને સારવાર આપવાની ઝુંબેશ શરૃ કરાઈ છે, ગુજરાતમાં દર રોજ આશરે ૫૦૦થી ૬૦૦ ટી.બી.ટ્વ દર્દી નોંધાઈ રહ્યા છે, અલબત્ત, ૧૮મી સપ્ટેમ્બરના શનિવારે એક જ દિવસમાં ગુજરાતમાં ૯૪૪ ટી.બી.ના રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે, તેમ સ્ટેટ ટીબી ઓફિસર અને સંયુક્ત નિયામક (ટીબી) ડો. સતીષ મકવાણાએ જણાવ્યું છે. આખા ગુજરાતમાં કોરોનાકાળમાં જ ૧.૨૦ લાખ ટી.બી.ના નવા દર્દીઓ નોંધાયા છે, તંત્રનો દાવો છે કે, નવા ૧.૨૦ લાખ જેટલા દર્દીમાંથી ૮૭ ટકા દર્દીઓને સારવાર આપીને સાજા કરાયા છે. રાજ્યમાં ટીબીના એક્ટિવ કેસ ફાઈન્ડિંગ એક્ટિવિટીનો પ્રારંભ કરાયો છે, આ કામગીરી અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લામાં ટીબી માટે જાેખમી વસતિમાં આરોગ્ય અને એનટીઈપી સ્ટાફ દ્વારા ૧૬મી સપ્ટેમ્બરથી કેસ શોધવાની કામગીરી શરૃ કરાઈ છે, જે ૩૧મી ઓક્ટોબર સુધી ચાલવાની છે.
ગુજરાતમાં ટીબીના એક જ દિવસમાં નવા ૯૪૪ દર્દીઓ નોંધાયા

Recent Comments