અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીમાં વધારો થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલ ડિપ્રેશનની અસરથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પારો ૩૩ ડિગ્રીથી વધુ અને લઘુતમ તાપમાન ૧૬થી ૨૩ ડિગ્રી વચ્ચે નોંધાતા ડબલ સિઝન જેવો માહોલ છે. સમગ્ર રાજ્યમાં નલિયા ૧૫ ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર બન્યું હતું. ત્યારબાદ ગાંધીનગર અને વલસાડમાં ૧૬.૫, ડીસામાં ૧૬.૮, કંડલા એરપોર્ટ ખાતે ૧૭.૪, કેશોદમાં ૧૭.૬, અમદાવાદ અને વડોદરામાં ૧૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું
ત્યારે શીયાળાનો ચમકારો જાેવા મળી રહ્યો છે. આ વચ્ચે માવઠાની આગાહી પણ ચિંતાજનક છે. ગુજરાતના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં માવઠું થાય તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યમાં ઠંડીના ચમકારા વચ્ચે થઈ શકે છે માવઠું થવાની શક્યાતા સર્જાઈ છે. ડિપ્રેશનની અસરથી ૨૪ કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે. ખાસ કરીને રાજ્યના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં માવઠું થ?ઈ શકે છે. જ્યારે ઉત્તર-મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે.
Recent Comments