fbpx
ગુજરાત

ગુજરાતમાં ડેમની સ્થિતિ, ક્યાંક ઘટ તો કયાંક પુરતો પાણીનો સંગ્રહસૌથી વધુ સૌરાષ્ટ્રના ડેમમાં પાણીનો સંગ્રહ નોંધાયો

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો હતો. રાજ્યમાં મેઘરાજાની સિઝનની બીજી ઇનિંગનો પ્રારંભ થઇ ચૂક્યો છે. જળાશયોમાં સતત ઘટી રહેલા જળસ્તરે તંત્રની ચિંતા વધારી હતી. જાેકે મેઘાની ધમાકેદાર એન્ટ્રી બાદ રાજ્યના જળાશયોમાં પાણીનો સારો એવો સંગ્રહ થયો છે. ગુજરાતમાં ડેમની શું સ્થિતિ છે તેના પર નજર કરીએ તો રાજ્યના કુલ ૨૦૬ જળાશયોમાં સરેરાશ ૭૧.૮૬ ટકા પાણીનો સંગ્રહ છે. સૌથી વધુ સૌરાષ્ટ્રના ડેમમાં પાણીનો સંગ્રહ નોંધાયો છે. સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમમાં હાલ સરેરાશ ૮૧.૭૨ ટકા પાણીનો જથ્થો છે. જ્યારે મધ્ય ગુજરાતના ડેમની સ્થિતિ ચિંતાજનક છે. મધ્ય ગુજરાતના ૧૭ ડેમમાં હાલ માત્ર ૪૪.૪૯ ટકા પાણીનો જ જથ્થો છે. આવી સ્થિતિમાં તંત્ર દ્વારા રાજ્યના ૮૮ ડેમ પર હાઇએલર્ટ અને ૨૩ ડેમ પર એલર્ટ જાહેર કરાયું છે.

Follow Me:

Related Posts