ગુજરાતમાં ડ્રગ્સનું સૌથી મોટું કન્સાઈનમેન્ટ પકડવા બદલ ATS અધિકારીઓનું સન્માન કરાશે
ગુજરાત પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે એક મોટી સિદ્ધિ મેળવી છે. છ્જીના ડ્ઢૈંય્ ૈંઁજી દીપક ભદ્રન અને તેમની ટીમને ડ્રગ્સના જંગી કન્સાઇનમેન્ટને પકડવા બદલ ગૃહ મંત્રાલય તરફથી હોમ મિનિસ્ટર તરફથી સ્પેશિયલ ઓપરેશન મેડલ આપવામાં આવશે. ગૃહ મંત્રાલયે ૨૦૨૩ના ચાર મોટા ઓપરેશનમાં ગુજરાત છ્જી દ્વારા જપ્ત કરાયેલ ડ્રગ કન્સાઇનમેન્ટનો સમાવેશ કર્યો છે. સરકારની ગુડબુકમાં રહેલા બાહોશ અને કડક અધિકારીની છાપ ધરાવતા ભદ્રનને સરકારે અમદાવાદ ક્રાઈમબ્રાન્ચમાંથી ખસેડી જામનગર એસપી તરીકે ખાસ કેસમાં ખસેડ્યા હતા.
જેઓને હવે બઢતી આપીને ડીઆઈજી બનાવી દેવાયા છે. સરકારના સંકટમોચક ગણાતા આ ૈॅજ અધિકારી સરકારનો ભરોસો જીતી ચૂક્યા છે. હવે સ્પેશ્યલ ઓપરેશન મેડલથી છ્જીની કામગીરીને ચાર ચાંદ લાગશે. ગુજરાતમાં સતત ડ્રગ્સ પકડાઈ રહ્યું છે અને ઉડતા ગુજરાતની ચર્ચાઓ વચ્ચે હવે પોલીસ સક્રિય બની ગઈ છે. હર્ષ સંઘવી તો આ મામલે જશ લઈ રહ્યાં છે કે અમારી પોલીસની ટીમ સરસ કામગીરી કરી રહી છે એટલે ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. એટલે ગુજરાતમાં ડ્રગ્સ પકડાવાના કેસ અને આંકમાં વધારો થઈ રહ્યો છે. અમે ભારતમાં ડ્રગ્સની નાબૂદી માટેના ચાલી રહેલા અભિયાનમાં કામગીરી કરી રહ્યાં છે.
ગુજરાતમાં ડ્રગ્સનું સૌથી મોટું કન્સાઈનમેન્ટ પકડવા બદલ છ્જી અધિકારીઓનું સન્માન કરવામાં આવશે. ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી દીપક ભદ્રન અને તેમની ટીમને હોમ મિનિસ્ટર સ્પેશિયલ ઓપરેશન મેડલ એનાયત કરવામાં આવશે. ભદ્રન અને એટીએસમાં એસપી આઈપીએસ સુનીલ જાેશીની ટીમે ગયા વર્ષે ૧૫૦૦ કરોડ રૂપિયાના ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ પકડ્યું હતું. અત્યાર સુધીની સૌથી મોટી ડ્રગ રિકવરી છે. ગૃહ મંત્રાલય દ્વારા આ એવોર્ડ માટે ગુજરાત એટીએસ ડીઆઈજીની ટીમની પસંદગી પોલીસ વિભાગ માટે મોટી સિદ્ધિ ગણાઈ રહી છે.
ગૃહ મંત્રાલયે ૨૦૨૩ માટે ચાર વિશેષ કામગીરી માટે પુરસ્કારોની જાહેરાત કરી છે. ગુજરાત છ્જીની આ મોટી સફળતામાં એક મહિલા પોલીસકર્મીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ગુજરાત સરકારના ડ્રગ્સ સામે ચાલી રહેલા અભિયાને ડ્રગ્સના વેપારની કમર તોડી નાખી છે. ગુજરાત છ્જીની આ મોટી સફળતા પર ગૃહ મંત્રાલયે દીપક ભદ્રન અને તેમની ટીમને આ વિશેષ એવોર્ડ માટે પસંદ કરી છે. અગાઉ ડીઆઈજી દીપન ભદ્રનને પણ અસાધારણ બુદ્ધિમત્તા કૌશલ્ય મેડલથી નવાજવામાં આવ્યા હતા. એટલું જ નહીં, કોસ્ટ ગાર્ડે ડીઆઈજી દીપન ભદ્રન અને એસપી સુનીલ જાેશીને આઈસીજી કમ્મેન્ડેશન એવોર્ડથી પણ સન્માનિત કર્યા હતા. દીપન ભદ્રન મૂળ કેરળના છે. તેઓ ગુજરાત કેડરના ૨૦૦૭ બેચના ૈંઁજી અધિકારી છે. ઈલેક્ટ્રોનિક એન્જિનિયરિંગમાં મ્.્ીષ્ઠર ડિગ્રી ધરાવતા ભદ્રન હાલમાં ગુજરાત પોલીસના છ્જીમાં ડ્ઢૈંય્ છે. ૪૨ વર્ષીય દીપન ભદ્રન ગુજરાતમાં એક તેજતર્રાર ૈંઁજી ઓફિસર તરીકે ઓળખ ધરાવે છે. દીપક ભદ્રન એ પોલીસ અધિકારી છે જેમણે ગુજરાતના એકમાત્ર ગેંગસ્ટર જયેશ પટેલને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ સરકારે તેમને ખાસ કેસમાં જામનગર મોકલ્યા. ભદ્રનની ગણના ગુજરાત સરકારના સક્ષમ અને મહેનતુ અધિકારીઓમાં થાય છે. ભદ્રન એ સરકારની ગુડબુકમાં હોવાની સાથે સરકારનો ભરોસો જીતનાર બાહોશ અધિકારી છે.
Recent Comments